June 28, 2024

લડકી હું લડ શકતી હું

પ્રિયંકા ગાંધી પણ આખરે ચૂંટણીના અખાડામાં આવી ગયાં. લોકસભાની 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા લોકસભાની ચૂંટણી લડશે કે નહીં એ સવાલ પુછાતો હતો. જોકે, પ્રિયંકાએ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના બદલે કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળવાનું અને ભાઈ રાહુલ ગાંધીને મદદ કરવાનું પસંદ કર્યું હતું. હવે, લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી પ્રિયંકાએ પેટાચૂંટણી લડીને લોકસભાનાં સભ્ય બનવા માટે ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું છે.