December 21, 2024

પ્રિયંકા ગાંધીનું સંસદસભ્યપદ ખતરામાં? જાણો શું છે સમગ્ર મામલો

Priyanka Gandhi Vadra: કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીની લોકસભા સભ્યપદ પર મુશ્કેલીઓ જોવા મળી રહી છે. બીજેપી નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા સીટ પર તેમની જીતને પડકારીને કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો: વહેલી સવારે નેપાળની ધરતી ધ્રૂજી, લોકોમાં ગભરાટ

માહિતી છુપાવવાનો લગાવ્યો આરોપ
નવ્યા હરિદાસે ભાજપની ટિકિટ પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. પરંતુ પ્રિયંકા સામે તેની હાર થઈ હતી. 5,12,399 મતથી નવ્યા હરિદાસની હાર થઈ હતી. હરિદાસે દલીલ હાઈકોર્ટમાં કરી છે કે પ્રિયંકા ગાંધીએ તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની અને તેમના પરિવારની માલિકીની વિવિધ મિલકતો વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી. મતદારોને ગેરમાર્ગે દોર્યા છે. મતદારોને અંધારામાં રાખ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમની પાસે કુલ 4.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ હોવાનું જણાવ્યું છે. એફિડેવિટ મુજબ પ્રિયંકા ગાંધી પર લગભગ 15 લાખ 75 હજાર રૂપિયાની લોનનું જણાવ્યું છે.