January 18, 2025

પ્રિયંકાએ રાહુલ ગાંધીના ભાજપ પર દેશદ્રોહી હોવાના આરોપોનો કર્યો બચાવ, કહ્યું, ‘મારા ભાઈ પર ગર્વ છે’

Priyanka Gandhi Vadra and Rahul Gandhi: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશદ્રોહી’ કહ્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ભાઈનો બચાવ કરતા જોવા મળ્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી, તેનું કારણ એ છે કે તેમના ભાઈ માટે દેશથી વધુ કંઈ ખાસ નથી.

આ પણ વાંચો: ખેડૂતોને હવે ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે, RBIએ કરી જાહેરાત

આ શબ્દનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે લોકો જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનને બે ભાગમાં વહેંચનાર ઈન્દિરા ગાંધીને ‘દેશદ્રોહી’ કહેવામાં વિચારતા નથી તેઓ રાહુલ ગાંધી માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. જેનો કોઈ અર્થ નથી, આ કોઈ નવી વાત નથી. પ્રિયંકાએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધી વિશે કહે તો તેમાં નવું નથી. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે , ‘મને મારા ભાઈ પર ખૂબ ગર્વ છે, પ્રિયંકાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે લોકો ગમે તે કહે તેનાથી કોઈ ફરક પડતો નથી.