December 19, 2024

PM મોદીના નામ પર નથી કોઈ કાર કે ઘર, તેમની કુલ સંપત્તિ છે માત્ર આટલી

PM Narendra Modi Net Worth: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. મંગળવારે તેમણે સતત ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી પંચ સમક્ષ પોતાની સંપત્તિની વિગતો રજૂ કરી. પીએમ મોદી દ્વારા ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 3,02,06,889 રૂપિયા છે.

બેંકમાં રૂ. 2 કરોડથી વધુ જમા
ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિ વિશે માહિતી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 31 માર્ચ, 2024 સુધી તેમની પાસે 52,920 રૂપિયા રોકડા હતા, જેમાંથી 28,000 રૂપિયા તેમણે ચૂંટણી ખર્ચ માટે ઉપાડી લીધા હતા. જ્યારે બચત ખાતા, એફડી સહિતની તમામ થાપણો રૂ. 2.85 કરોડ છે. આમાં, SBIની ગાંધીનગર શાખામાં ખોલવામાં આવેલા ખાતામાં 73,304 રૂપિયા અને વારાણસી મતવિસ્તારમાં સ્થિત SBIના ખાતામાં 7000 રૂપિયા જમા છે.

પીએમ મોદીનું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 9,12,000 રૂપિયા છે. આ સિવાય તેની અન્ય સંપત્તિમાં ચાર સોનાની વીંટી પણ સામેલ છે, જેની કિંમત 2,67,750 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પીએમ મોદી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. તેમના નામે કોઈ મકાન કે જમીન નથી. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીના નામ પર કોઈ કાર નથી.

આ પણ વાંચો: યુવાધનને નશાના રવાડે ચડાવવાનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ

1લી જૂને EVMમાં થશે મતદાન
વારાણસીમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા વડાપ્રધાન મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા અને ત્યાર બાદ તેમણે કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા. નોમિનેશન દરમિયાન તેમની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ચિરાગ પાસવાન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા. ઉલ્લેખનીય છે કે અહીં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

વડાપ્રધાનનો પગાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે. પીએમ મોદીને મળેલા પગારની વાત કરીએ તો વડાપ્રધાન કાર્યાલયે આ અંગે ઘણી વખત માહિતી શેર કરી છે. ભારતના વડાપ્રધાનનો પગાર વાર્ષિક આશરે 20 લાખ રૂપિયા છે. આ હિસાબે પીએમ નરેન્દ્ર મોદીનો પગાર લગભગ 2 લાખ રૂપિયા પ્રતિ માસ છે. બેઝિક પે સિવાય, વડાપ્રધાનને મળતા પગારમાં દૈનિક ભથ્થું, સાંસદ ભથ્થા અને અન્ય ઘણા ભથ્થાનો સમાવેશ થાય છે.