May 20, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી ભેટ આપી !

PM - NEWSCAPITAL

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM-જનમન હેઠળ એક લાખ લાભાર્થીઓને PMAY(G)નો પ્રથમ હપ્તો જાહેર કર્યો.

પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાતચીત 

આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારનો પ્રયાસ છે કે દરેક લાભાર્થીને સરકારી યોજનાઓનો લાભ મળે. તેમણે કહ્યું કે તમે લોકો જાણો છો કે આ મોદીની ગેરંટી છે.

આદિવાસી વિસ્તારના બાળકોએ રમતગમતમાં પોતાનું નામ બનાવ્યું છે – PM મોદી

લાભાર્થીઓ સાથે વાત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે, તમારા લોકોનું રમતગમત સાથે જોડાણ હોવું જોઈએ. તમે તાજેતરમાંમાં જોયું જ હશે કે આપણા આદિવાસી વિસ્તારના બાળકોએ રમતગમતમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

પીએમ મોદીએ માનકુંવરી સાથે વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવનાર પહારી કોરવા માનકુંવરી બાઈ સાથે વાતચીત કરી હતી. પીએમએ માનકુંવરી બાઈને પૂછ્યું કે તેમને સરકારની કઈ યોજનાઓનો લાભ મળ્યો છે. માનકુંવરીએ જણાવ્યું કે, અમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા પાકાં મકાનમાં રહીએ છીએ. પહેલા વીજળીના અભાવે ઘણી સમસ્યાઓ થતી હતી, પરંતુ હવે કોઈ સમસ્યા નથી. તેમણે પીએમ મોદીને કહ્યું કે, તેમના પરિવારમાં પાંચ લોકો છે. પહેલાં જંગલમાં જઈને સૂકા લાકડાં ભેગા કરવા પડતાં હતા. અમે પહેલા માત્ર તેને બાળીને જ જમવાનું બનાવી શકતા હતા, પરંતુ આજે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા ગેસ સિલિન્ડરથી ઓછા સમયમાં ભોજન સરળતાથી બનાવી શકાય છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બહેનનું નિધન, ગુજરાતમાં અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ

અમારા માટે પીવાનું પાણી એક મોટો પડકાર હતો – માનકુંવરી

આ દરમિયાન વડાપ્રધાને પૂછ્યું, તમે કોઈ નવી રેસિપી શીખી છે કે નહીં ? જેના જવાબમાં માનકુંવરીએ કહ્યું કે, હવે હું ધુસકા, ભજીયા જેવી વસ્તુઓ સરળતાથી બનાવી શકું છું. માનકુંવરીએ કહ્યું કે, અમે પહાડી કોરવા છીએ, અમે પહાડોમાં રહીએ છીએ. અહીંયા લોકો માટે પીવાનું પાણી એક મોટો પડકાર હતો, પરંતુ આજે સરકારે અમારા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડ્યું છે.