December 26, 2024

વડાપ્રધાને અવની સાથે કરી વાત, કહ્યું તેણી સારું પ્રદર્શન કરી રહી છે

Prime Minister congratulated Avani: વડાપ્રધાને અવનીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું કે તેણી સારું પ્રદર્શન કરી રહી છે અને આગામી પ્રયત્નો માટે તેણીને શુભેચ્છા પાઠવી છે. ગઈ કાલે PM મોદીએ મોના અગ્રવાલ, પ્રીતિ પાલ, મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસ સાથે  ફોન પર વાત કરી છે.

મેડલ વિજેતાઓ સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓના પ્રયાસોની પ્રશંસા કરી. મોદીએ દરેક મેડલ વિજેતા સાથે વાત કરી હતી. મોદીએ અભિનંદન આપતા કહ્યું કે તેઓએ તેમના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદીએ અવની લેખરાને તેની આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી. એક માહિતી પ્રમાણે વની વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી શકી નથી. કારણ કે તેજ સમયે તે અન્ય એક રમતમાં ભાગ લઈ રહી હતી. ત્યારે આજના દિવસે મોદીએ વડાપ્રધાને અવનીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું કે તેણી સારું પ્રદર્શન કરી રહી છે અને આગામી પ્રયત્નો માટે તેણીને શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: એમએસ ધોનીએ વિરાટ સાથેના સંબંધો વિશે ખુલીને કરી વાત

ભારતના મેડલની સંખ્યા આઠ
યોગેશ કથુનિયાએ સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો F-56 ઇવેન્ટમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. યોગેશ કથુનિયાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરતાની સાથે ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે.