July 2, 2024

રાષ્ટ્રની યુવા શક્તિ | Youth Power of the nation

Prime 9 With Jigar: લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે. BJPને 240 બેઠકો મળી છે. BJP સ્પષ્ટ બહુમતી ના મેળવી શકી. અલબત્ત BJPના નેતૃત્વ હેઠળના NDAને 294 બેઠકો મળી હોવાથી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર PM બની ગયા છે. PM મોદી અજેય છે અને તેમને કોઈ હરાવી ના શકે એવું મનાતું હતું. BJP સ્પષ્ટ બહુમતી ના મેળવી શકી એ માટે વિપક્ષના ચાર યુવા નેતાઓ જવાબદાર હોવાનું મનાય છે. અખિલેશ યાદવ, રાહુલ ગાંધી, સચિન પાયલોટ અને આદિત્ય ઠાકરેએ BJPને પછાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે, આ યુથ પાવર માત્ર વિપક્ષોએ જ બતાવ્યો છે એમ નથી. NDAમાંથી પણ અનેક યુવા નેતા મજબૂત બનીને બહાર આવ્યા છે. નારા લોકેશ, ચિરાગ પાસવાન, ડૉ. મોહન યાદવ અને પવન કલ્યાણ સહિતના યુવા નેતાઓ પણ પોતાની તાકાત સાબિત કરવામાં સફળ નિવડ્યા છે. તામિલનાડુ BJP પ્રમુખ અન્નામલાઈ ભલે હારી ગયા પણ અન્નામલાઈએ તમિલનાડુમાં જે રીતે લડત આપી એ જોતાં તેમની પણ નોંધ લેવી પડે. તામિલનાડુમાં જ મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધી સ્ટાલિને પણ તમામ 39 બેઠકો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવીને યુથ પાવર બતાવ્યો છે. યુવાઓના દેશ ભારતમાં યુવા નેતાઓ ઉભરે એ જરૂરી છે તેથી કોઈ પણ પક્ષમાંથી યુવા નેતા જીતે કે મજબૂત થાય એ દેશના ભાવિ માટે સારી જ વાત છે.
PM મોદી સરકારના મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. જેમાં પણ અનેક યુવા ચહેરાને સમાવાયા છે. જેમાં 42 વર્ષના ચિરાગ પાસવાન, 36 વર્ષનાં રક્ષા ખડસે, 36 વર્ષના રામ મોહન નાયડુ, 42 વર્ષના શાંતનુ ઠાકુર, 43 વર્ષના અનુપ્રિયા પટેલ તેમજ 44 વર્ષના સુકંતા મજુમદાર સામેલ છે.

યુપી કે લડકે

  • અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી છવાયા
  • અખિલેશ 50 વર્ષના, રાહુલ 53 વર્ષના
  • BJPને સ્પષ્ટ બહુમતી ના મળવાનું કારણ UPનાં પરિણામો
  • UPની 80 બેઠકોમાંથી 37 બેઠકો જીતીને અખિલેશ છવાયા
  • અખિલેશની PDA ફોર્મ્યુલાના કારણે BJPને નુકસાન
  • PDA એટલે પીછડા, અલ્પસંખ્યક, દલિત મતદારો
  • 2019માં UPમાં 63 લોકસભા બેઠકો પર BJPની જીત
  • 2024માં 33 બેઠકો પર BJPની જીત
  • અખિલેશે 37 બેઠકો જીતીને BJPને ઝટકો આપ્યો

2019ની લોકસભાની ચૂંટણીમાં માયાવતી સાથે જોડાણ કરવા છતાં અખિલેશની સમાજવાદી પાર્ટીને 5 બેઠકો જ મળી હતી જ્યારે આ વખતે કોંગ્રેસ સાથે જોડાણ કરીને અખિલેશ 37 બેઠકો લઈ ગયા. અયોધ્યામાં BJPએ રામમંદિરને લઈને બહું પ્રચાર કર્યો હતો. સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા BJPના લલ્લુ સિંહને હરાવી ગયા. અખિલેશના શાનદાર દેખાવના કારણે સમાજવાદી પાર્ટી તો બેઠી થઈ જ ગઈ છે. સાથે કોગ્રેસનો પણ ઉત્સાહ વધ્યો છે. 2019માં રાયબરેલી બેઠક પર જ જીતેલી કોંગ્રેસ અખિલેશ યાદવની મહેરબાનીથી 6 બેઠકો જીતી છે. તમામ એક્ઝિટ પોલમાં BJPને લગભગ 70 સીટો આપવામાં આવી હતી પણ અખિલેશે એક્ઝિટ પોલને પણ ખોટા પાડી દીધા. અખિલેશે હિંદુત્વના પોસ્ટર બોય યોગી આદિત્યનાથને પણ કારમી હાર આપી દીધી.
યોગીને લાગતું હતું કે યુપીમાં તેમનાથી મોટા કોઈ નેતા નથી અને હિન્દુત્વ સામે કોઈ ટકી શકે તેમ નથી. પણ ચૂંટણીનાં પરિણામોએ આ વાત પણ ખોટી સાબિત કરી. અખિલેશે ઝનૂનથી લડીને BJPને પછડાટ આપી છે.

રાહુલને મળી તાકાત

  • રાહુલ ગાંધીને પણ યુથ પાવરના પ્રતિક તરીકે સ્વીકારવા પડે
  • લોકસભા ચૂંટણીમાં 99 સીટોં જીતીને કોંગ્રેસ ફરી બેઠી થઈ
  • 2024ની ચૂંટણીમાં મુખ્ય ટક્કર NDA અને ઇન્ડી વચ્ચે
  • કોંગ્રેસ 40 બેઠકો પણ નહીં જીતે એવા દાવા વચ્ચે કમાલ
  • રાહુલ ગાંધીએ સારા એજન્ડા અને વધુ સારું અભિયાન ચલાવ્યું
  • કોંગ્રેસે વધુ સારી રીતે અભિયાન ચલાવ્યું અને જેના આગેવાન રાહુલ ગાંધી
  • રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન હજારો કિલોમીટર ચાલ્યા હતા
  • 2014 અને 2019ની ચૂંટણીઓમાં કોંગ્રેસનો નબળો દેખાવ
  • રાહુલે હતાશ થયા વિના નવી વ્યૂહરચના અપનાવી
  • 2019માં રાહુલનું “ચોકીદાર ચોર હૈ” અભિયાન કોંગ્રેસ માટે ઘાતક બન્યું

રાહુલે બેરોજગારી, મોંઘવારી, અસમાન વૃદ્ધિ, નાના વ્યવસાય કરતા લોકોની તકલીફો અને સામાજિક ન્યાય જેવી શાસકીય નિષ્ફળતાઓ પર પ્રહારો કર્યા. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા ઉત્તર ભારતના રાજ્યોમાં કોંગ્રેસને બેઠકો મળી તે રાહુલ ગાંધીની આ વ્યૂહરચનાના કારણે છે.

પાયલોટની ઉડાન

  • સચિન પાયલોટે પણ પોતાનો યૂથ પાવર બતાવ્યો
  • રાજસ્થાનમાં કોંગ્રેસનો શાનદાર દેખાવ
  • BJP પાસેથી 10 બેઠકો આંચકી લીધી
  • પાયલોટે રાજકીય પરિપક્વતા બતાવી
  • ચૂંટણીમાં BJPની બેઠકો ઘટીને 14 થઈ ગઈ
  • કોંગ્રેસના સાથી પક્ષોમાં સામેલ CPMએ એક સીટ જીતી
  • RLPએ એક સીટ અને ભારત આદિવાસી પાર્ટીએ એક સીટ જીતી
  • આ લોકસભા ચૂંટણીમાં BJPને 49.24 ટકા વોટ શેર મળ્યા
  • કોંગ્રેસને 37.91 ટકા વોટ મળ્યા
  • કોંગ્રેસ અને BJPની બેઠકોમાં બહું ફરક નથી
  • અશોક ગેહલોત સામે બળવો પોકારનારા પાયલોટને લેવા BJP તૈયાર હતી
  • કોંગ્રેસે વચનો આપીને તેમને સાચવી લીધા હતા
  • સચિન પાયલોટને કોંગ્રેસે એ પછી કશું આપ્યું નહોતું
  • પાયલોટે મોટું મન રાખીને પક્ષ ના છોડ્યો
  • ગેહલોતે પાયલોટને નિકમ્મા અને નકારા જેવાં વિશેષણોથી નવાજ્યા
  • અપમાન છતાં પાયલોટ પક્ષમાં જ રહ્યા અને કોંગ્રેસને મજબૂત કરી

રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ગેહલોતને નારાજ કરીને પાયલોટને પક્ષમાં રાખ્યા. આજે એનું ફળ કોંગ્રેસને પણ મળ્યું. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરેએ પણ પોતાનો પાવર બતાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCPએ મળીને 48માંથી 32 લોકસભા બેઠકો જીતી છે.

આદિત્યની ચમક

  • કોંગ્રેસ 13 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી
  • BJP અને ઉદ્ધવની શિવસેનાને 9-9 બેઠકો મળી
  • શરદ પવારની NCP પોતે લડેલી 10માંથી 8 બેઠકો પર જીતી
  • ઉદ્ધવની શિવસેનાને એકનાથ શિંદેની શિવસેના કરતાં વધારે જનસમર્થન મળ્યું
  • BJPએ એકનાથ શિંદેની મદદથી શિવસેનાને તોડી પાડી
  • ઉદ્ધવની કરિઅર પર ફુલસ્ટોપ મુકાશે
  • આદિત્યની રાજ્યવ્યાપી યાત્રાઓના કારણે શિવસેના બેઠી થઈ
  • BJPએ શિવસેના જેવી સ્થિતિ NCPની કરી
  • BJPએ અજિત પવારનો સાથ મેળવ્યો
  • ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારએ પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ ગુમાવ્યાં
  • મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પતી જશે એવું લાગતું હતું
  • 33 વર્ષના આદિત્ય ઠાકરેના કારણે ઉદ્ધવે રંગ રાખ્યો
  • આદિત્યના કારણે એક્ઝિટ પોલ પણ સાવ ખોટા પડ્યા

એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી NDAને 28થી 32 બેઠકો અને 46 ટકા મત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ઇન્ડિયા ગઠબંધનને 16થી 20 બેઠકો અને 43 ટકા મત મળવાની ધારણા હતી. 2019માં BJPએ 23 બેઠકો જીતી હતી. હવે, એક ખાસ જોડીની વાત.

સિંધિયા અને યાદવની જોડી

  • જ્યોતિરાદિત્ય અને ડૉ. મોહન યાદવની જોડી
  • BJPની મધ્ય પ્રદેશમાં તમામ 29 બેઠકો પર જીત
  • જેનો યશ સિંધિયા અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને
  • 2019માં BJPએ MPની છિંદવાડા સિવાયની 28 બેઠકો જીતી હતી
  • કમલનાથ MPની છિંદવાડા લોકસભા બેઠક પરથી દસ વાર જીત્યા
  • કમલનાથનો દીકરો નકુલનાથ 2019માં છિંદવાડાથી જીત્યો

બિહારમાં ચિરાગ પાસવાને તેમને અપાયેલી પાંચેય લોકસભા બેઠકો જીતીને રંગ રાખ્યો. રામવિલાસ પાસવાનની LJP એટલે કે લોક જનશક્તિ પાર્ટી પર પાસવાનનું એકચક્રી શાસન હતું. પાસવાને વંશવાદ ચલાવીને આખા પરિવારને રાજકારણમાં લાવી દીધો હતો અને મહત્વના હોદ્દા અપાવ્યા. તેમણે ચિરાગને પોતાનો રાજકીય વારસો સોંપ્યો.

ચિરાગની ચમક

  • 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગની ભૂલો
  • ચિરાગે લીધેલા નિર્ણયોના કારણે LJP સાવ ધોવાઈ ગઈ
  • ચિરાગ સામે વિરોધ શરૂ થયો
  • છેવટે ચિરાગ વર્સીસ પશુપતિનો જંગ
  • પશુપતિ પારસે ચિરાગને લોકસભામાં નેતાપદેથી કાઢી મૂક્યા
  • LJPના પ્રમુખપદેથી પણ કાઢી મૂક્યા
  • મોદીએ પણ પારસને મંત્રી બનાવ્યા
  • પારસને બદલે ચિરાગને તક આપી
  • ચિરાગે જોરદાર દેખાવ કર્યો

NDAને ફરી સત્તામાં લાવવામાં ચન્દ્રબાબુ નાયડુની મહત્વની ભૂમિકા છે. નાયડુને જીતાડવામાં નારા લોકેશ અને પવન કલ્યાણ એ બે યુવા નેતા ચાવીરૂપ સાબિત થયા છે.

પવન નહીં આંધી

  • પવન કલ્યાણ તેલુગુ સ્ટારમાંથી નેતા બન્યા
  • પવન કલ્યાણે ચન્દ્રબાબુનું BJP સાથે જોડાણ કરાવ્યું
  • ચન્દ્રબાબુ જેલમાં હતા ત્યારે નારા લોકેશે મોરચો સંભાળ્યો
  • આખરે ચન્દ્રબાબુ ફરી મુખ્યમંત્રી બની શક્યા
  • BJPને પણ ફાયદો થયો

દુનિયામાં ભારતમાં સૌથી વધારે યુવાનો છે છતાં ભારતમાં શાસનમાં યુવાઓના બદલે વડીલો જ જોવા મળે છે. આ માહોલમાં 2024ની ચૂંટણીમાં સાત એવા યુવા નેતા ચૂંટાઈને આવ્યા છે કે જેમની ઉંમર 25-26 વર્ષની આસપાસ જ છે. દેશની નવી લોકસભામાં સૌથી નાની વયે સાંસદ બનેલા આ સાત યુવા સાંસદોમાં પાંચ તો યુવતીઓ છે. થોડાંક વર્ષો પહેલાં જ યુવાનીમાં ડગ માંડનારી આ પાંચ યુવતીઓ અને બે યુવકોએ દેશને બદલવા માટે રાજકારણમાં આવવાનું પસંદ કર્યું અને તેમને સફળતા મળી છે. આ સાત યુવા સાંસદો પર નજર નાંખી લઈએ.

પુષ્પેન્દ્ર સરોજ ‘સત્તાની મહેક’

  • યાદીમાં સૌથી પહેલું નામ પુષ્પેન્દ્ર સરોજનું
  • પુષ્પેન્દ્ર UPની કૌશામ્બી બેઠક પરથી SPના ઉમેદવાર તરીકે જીત્યા
  • જીત સાથે પુષ્પેન્દ્ર સરોજ સૌથી નાની ઉમરના સાંસદ બન્યા
  • તેમની ઉંમર માત્ર 25 વર્ષ અને 3 મહિના
  • પુષ્પેન્દ્ર સરોજે BJPના વિનોદ કુમાર સોનકરને 1,03,944 મતથી હરાવ્યા
  • લંડનથી ક્વિનમેરી યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં સ્નાતકની પદવી મેળવી
  • પુષ્પેન્દ્ર સરોજના પિતા ઈન્દ્રજીત સરોજ SPના મહામંત્રી
  • ઈન્દ્રજીત સરોજ 2019માં કૌશામ્બી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
  • ઈન્દ્રજીતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
  • આ વખતે પુષ્પેન્દ્ર સરોજે પિતાની હારનો બદલો લીધો

આ યાદીમાં બીજું નામ શાંભવી ચૌધરીનું છે. બિહારની સમસ્તીપુર બેઠક પરથી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર શાંભવી ચૌધરી લોકસભા ચૂંટણી જીતીને સૌથી યુવા મહિલા સાંસદ બન્યાં છે.

શાંભવીની શક્તિ

  • શાંભવીને 5,797,86 મત મળ્યા
  • શાંભવીએ કોંગ્રેસના સની હજારીને 1,87,251 મતથી હરાવ્યા
  • માત્ર 25 વર્ષની વયે સમસ્તીપુર બેઠક પરથી પહેલાં મહિલા સાંસદ બન્યાં
  • શાંભવી નીતિશ કુમારની સરકારમાં કેબિનેટ મંત્રી અશોક ચૌધરીનાં પુત્રી
  • પૂર્વ IPS અધિકારી આચાર્ય કિશોર કુણાલનાં પુત્રવધૂ
  • અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી JDUમાં જોડાયાં
  • શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં સક્રિય હતા
  • શાંભવી ચૌધરી આ પરિવારના ત્રીજી પેઢીના નેતા
  • દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી
  • શાંભવી હાલ મગધ યુનિવર્સિટીમાંથી PhD કરી રહ્યાં છે

શાંભવી પછી સંજના જાટવની વાત.

સંજના છવાઈ

  • રાજસ્થાનનાં સંજના જાટવ પણ 25 વર્ષનાં
  • રાજસ્થાનની ભરતપુર બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર
  • સંજના જાટવે 25 વર્ષની ઉંમરે શાનદાર જીત હાંસલ કરી
  • BJPના રામસ્વરૂપ કોલીને 51,983 મતે હરાવ્યા
  • સંજના જાટવ આ પહેલાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં
  • આ ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો
  • સંજનાએ મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો

પ્રિંયંકા ગાંધીએ શરૂ કરેલા કોંગ્રેસના ‘લડકી હૂં, લડ સકતી હૂં’ અભિયાનમાં સક્રિયપણે જોડાયેલા સંજનાનાં લગ્ન રાજસ્થાન સરકારમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કપ્તાન સિંહ સાથે થયા છે. સંજના બે બાળકના માતા પણ છે પણ જોરદાર ઝનૂન સાથે લડીને જીત્યાં છે.

પ્રિયા બની મતદાતાઓની પ્રિય

  • આ યાદીમાં ચોથું નામ પ્રિયા સરોજનું છે
  • પ્રિયા સરોજ UPના મછલીશહેર બેઠક પરથી SPની ટિકિટ પરથી જીત્યાં
  • પ્રિયાએ BJPના ભોલાનાથને 35,850 મતના માર્જિનથી હરાવ્યા
  • પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના
  • પ્રિયાના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે
  • પ્રિયા સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યાં છે

આ યાદીમાં પાંચમું નામ સાગર ખાંડરેનું છે.

જીતની ભરતી

  • કર્ણાટકની બિદર બેઠક પરથી જીતનારા સાગર માત્ર 26 વર્ષના
  • સાગરના દાદા ડૉ. ભીમન્ના ખાંડરે સ્વાતંત્ર્ય સેનાની હતા
  • તેના પિતા ઈશ્વર ખાંડરે કર્ણાટક સરકારમાં વન્ય અને પર્યાવરણ મંત્રી
  • સાગરે BJPના ભગવંત ખુબાને 1.29 લાખ મતે હરાવ્યા

આ યાદીમાં છઠ્ઠું નામ પ્રિયંકા જરકીહોલીનું છે.

પ્રિયંકા પણ બની પ્રિય

  • 26 વર્ષની પ્રિયંકા કર્ણાટકની ચિક્કોડી બેઠક પરથી જીત્યાં
  • BJPના સાંસદ અન્નાસાબ જોલ્લેને 91 હજાર મતે કારમી હાર આપી
  • પ્રિયંકા ધનિક પરિવારની છોકરી અને 14 કંપનીમાં ડિરેક્ટર
  • પ્રિયંકા સતિષ જરકીહોલ્લ ફાઉન્ડેશન દ્વારા સમાજસેવા કરે છે

આ યાદીમાં સાતમું નામ ઈકરા ચૌધરીનું છે.

ઈકરાની જીત

  • ઈકરા 27 વર્ષની
  • UPની કૈરાના બેઠક પરથી BJPના પ્રદીપ ચૌધરીને હરાવ્યા
  • લંડનમાં રહેતી ઈકરા 2021માં ભારતમાં આવી
  • ભાઈ નાહિદ હસનને જેલમાંથી છોડાવવા ઈકરા ભારતમાં આવી
  • રાજકારણમાં રસ પડી ગયો પછી ભારતમાં જ રહી ગઈ

હિન્દુ-મુસ્લિમ રમખાણો માટે જાણીતા કૈરાનામાં BJPને હરાવીને ઈકરાએ સૌને ચોંકાવી દીધા છે. આ સાતેય સાંસદો ભવિષ્યમાં ભારતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે અને દેશને નવી દિશા આપે એવી આશા રાખીએ.