સ્પીડનો મોંઘો શોખ, સસ્તી થઈ જિંદગી
Prime 9 With Jigar: આપણા દેશમાં થયેલા કેટલાક અકસ્માતોએ મહત્ત્વના સવાલો સર્જ્યા છે. પૂણેનો પોર્શ કાંડ ભૂલાયો નથી ત્યાં દિલ્હી પાસેના નોઇડામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે.
ખતરનાક સ્પીડ
- નોઇડાના ગુડગાવના 24 વર્ષના લવ કુમારે સર્જ્યો અકસ્માત.
- ઑડી કારથી એક વૃદ્ધને ઉડાવીને મોતને ઘાટ ઉતારી દીધા.
- લવ કુમાર અને તેનો મિત્ર પ્રિન્સ કુમાર બેફામ સ્પીડે કાર ચલાવતા હતા.
- વહેલી સવારે જનકદેવ શાહ નામના વૃદ્ધ અટફેટે આવ્યા, મોતને ભેટ્યા.
- ઑડી કાર લવ કુમારના બનેવી પ્રમોદ કુમાર સિંહની હતી.
- લવ અને પ્રિન્સ જલસા કરવા લક્ઝ્યુરિયસ કાર લઈને નીકળ્યા.
આ ઘટનાના બે દિવસ પહેલાં હરિયાણાના ગુરુગ્રામમાં પણ જોરદાર અકસ્માત થયો હતો.
ખતરનાક સ્પીડ
- ગુરુગ્રામના સેક્ટર-62માં એક લક્ઝ્યુરિયસ કારે ટક્કર મારી.
- બાઇક કારની નીચે ફસાઈ ગઈ.
- બાઇકનો માલિક ટક્કર વાગતાં જ ઊછળીને રસ્તા પર પડ્યો.
- બાઈક કારમાં ફસાયેલી જ રહી.
- દારૂના નશામાં ચકચૂર કારના ડ્રાઈવરને ખબર જ ના પડી.
- કારે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ધસડી.
- રસ્તા પર ઘસાતાં બાઇકમાંથી તણખા નીકળ્યા એ જોઈને ખુશ થયો.
આ તો તાજેતરમાં બનેલી ઘટનાઓની વાત કરી પણ આપણે ત્યાં લક્ઝ્યુરિયસ કાર દ્વારા અકસ્માતની આવી ઘટનાઓ બન્યા જ કરે છે. પૂણેના પોર્શ કાંડ કે નોઈડાના ઑડી કાંડ જેવી ઘટનાઓની ભારતમાં નવાઈ જ નથી. આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે લોકોને સલામતીના મુદ્દે ચિંતા થાય છે અને અનેક મુદ્દા પણ ચર્ચામાં આવી જાય છે.
ચર્ચાના કેન્દ્રસ્થાને મુદ્દા
- ભારતમાં લક્ઝ્યુરિયસ કારને લાયક રોડ છે ખરા ?
- ભારતમાં વિદેશ જેવા રોડ નથી એ વાસ્તવિકતા.
- લક્ઝ્યુરિયસ કારો વિદેશના રોડને ધ્યાનમાં રાખીને બનાવાઈ.
- વિદેશમાં લાંબા હાઈવે, જેના પર પાણીના રેલાની જેમ કાર સરકે.
ભારતમાં લક્ઝ્યુરિયસ કારો માટે યોગ્ય માહોલ છે ખરો ? આ સવાલ મહત્વનો છે અને યોગ્ય પણ છે. કેમ કે ભારતમાં વિદેશ જેવા રોડ નથી એ વાસ્તવિકતા છે. લક્ઝ્યુરિયસ કારો વિદેશના રોડને ધ્યાનમા રાખીને બનાવાઈ હોય છે. ધનિકો પાસે પૈસા હોય એટલે ઉંચી એક્સપોર્ટ ડ્યૂટી ભરીને પણ આવી કાર મગાવી લે છે.
આ કાર્સ ભારત માટે નથી
- અનેક લક્ઝ્યુરિયસ કાર્સ હવે ભારતમાં પણ ઉપલબ્ધ.
- આ બધી કાર ભારતીય વાતાવરણ માટે નથી બનાવાઈ.
- વિદેશી ફ્યુઅલની ગુણવત્તા, વાતાવરણ, રોડ, ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કાર બનાવાઈ.
- આવી કાર ભારતના રસ્તા માટે એકદમ ફિટ નથી.
- ભારતમાં ફ્યુઅલની ગુણવત્તા, ઉંચું તાપમાન, ટ્રાફિક આવી કાર્સ માટે યોગ્ય નથી.
- વિદેશમાં તમે કારમાં બેઠા હોય ત્યારે પેટનું પાણી પણ ના હાલે એવા રોડ.
- ભારતમાં રસ્તા અને ટ્રાફિક બંને લક્ઝ્યુરિયસ કાર માટે યોગ્ય નથી.
- અમેરિકા સહિતના અનેક દેશોમાં લક્ઝ્યુરિયસ કાર્સ મોટા ભાગે હાઈવે માટે વપરાય.
- લોકો લોંગ ડ્રાઈવ પર જવા માટે કાર્સનો ઉપયોગ કરે.
- અમેરિકા સહિતના દેશોમાં લક્ઝ્યુરિયસ કાર શહેરોમાં પણ વપરાય.
- મોટા ભાગનાં શહેરોમાં લક્ઝ્યુરિયસ કાર શહેરના રસ્તા પર ચલાવવાના નિયમો.
- અમેરિકામાં પોલીસ જે તે શહેરના મેયરના હાથ નીચે કામ કરે.
- દરેક શહેરની પોલીસનો અલગ ડિપાર્ટમેન્ટ.
- વસ્તીની ગીચતા અને બીજી બાબતોને ધ્યાનમાં લઈને કાયદા.
- લક્ઝ્યુરિયસ કાર્સના ઉપયોગ પર નિયંત્રણો.
- ચોક્કસ રોડ પર લક્ઝ્યુરિયસ કાર લઈને ના જઈ શકાય.
- અમુક મર્યાદાથી વધારે સ્પીડે કાર ના દોડાવી શકાય.
- કાયદા ના પાળો તો ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત થાય.
- ભારતમાં એનાથી બિલકુલ ઉલટી સ્થિતિ.
- ભારતમાં લક્ઝ્યુરિયસ કાર્સ હાઈવે પર ઓછી અને શહેરોમાં વધારે વપરાય.
- ભારતમાં પોલીસ રાજ્યનો વિષય, તેથી દરેક શહેર માટે અલગ કાયદા નથી.
- બેકાબૂ ટ્રાફિક લક્ઝ્યુરિયસ કાર માટે આદર્શ સ્થિતિ ના કહેવાય.
- શહેરના ગીચતા ધરાવતા વિસ્તારોમાં પણ લક્ઝ્યુરિયસ કાર ચલાવાય.
- શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ હોવાથી સ્પીડની મર્યાદા.
- મોટા ભાગની લક્ઝ્યુરિયસ કાર્સ 100kmની સ્પીડે સરળતાથી ભાગે.
- ભારતમાં શહેરોમાં 100kmની સ્પીડે ચલાવવાની કલ્પના પણ ના થાય.
- ભારતમાં શહેરોમાં મેક્સિમમ 50-60km પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવાય.
- લક્ઝ્યુરિયસ કાર ભારતનાં શહેરો માટે બની જ નથી.
- ભારત અને અમેરિકા સહિતના દેશોના હાઈવેમાં પણ ફરક.
- ભારતમાં મોટા ભાગના રોડ આસ્ફાલ્ટ એટલે કે ડામરના બનાવાય.
- ભારત અને અમેરિકાના રસ્તાની બનાવટમાં પણ બહું મોટો ફરક.
- વિદેશોમાં આસ્ફાલ્ટના રોડમાં વપરાતા ડામરની ગુણવત્તા ઊંચી.
- ભારતમાં નીચી ગુણવત્તા ધરાવતું આસ્ફાલ્ટ વપરાય.
- આસ્ફાલ્ટ એટલે કે ડામર ક્રૂડ ઓઇલને રિફાઈન કરાય ત્યારે બચતો કચરો.
- અમેરિકા સહિતના દેશોમાં હાઈ-ઓક્ટેન ક્રૂડ ઓઇલને રિફાઈન કરાય.
- ભારત મધ્યમ કક્ષાના ક્રૂડને રિફાઈન કરે.
- દુનિયાના મોટા ભાગના દેશોમાં હોટ મિક્સ કોન્ક્રીટના રોડ બનાવાય.
- ડામરની ગુણવત્તા અને તાપમાનના કારણે રોડની સ્થિતિમાં ફરક પડી જાય.
- ભારત ગરમ પ્રદેશ હોવાથી ઉનાળામાં ડામરના રોડ પીગળવા લાગે.
- સરકી જવાય એવા રોડ થઈ જાય.
- ફુલ સ્પીડે ભાગતી કારને બ્રેક મારો તો સ્લીપ કે ઉછળીને ક્યાંક અથડાય.
- વિકસિત દેશોમાં રોડ-રસ્તાની મરામત સાયન્ટિફિક રીતે થાય.
- ભારતમાં રોડને ડામરનાં કે કપચીનાં થિંગડાં મારીને રિપેર કરાય.
- રોડની સપાટી એકસરખી રહેતી નથી.
- આ કારણે પણ ક્યારેક અકસ્માત થાય.
ક્રિકેટર રિષભ પંતને થયેલો અકસ્માત એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પંતની કારનો થયો અકસ્માત
- રિષભ પંતે 29 ડિસેમ્બર, 2022ની રાતે જર્ની શરૂ કરી હતી.
- રૂરકીમાં રહેતાં માતાને સરપ્રાઈઝ આપવા દિલ્હીથી કારમાં નીકળ્યો
- પંતની કારને હરિદ્વારના મંગલોર અને નરસન વચ્ચે હાઇવે-58 પર ગંભીર અકસ્માત.
- રિષભ પંત જાતે કાર ચલાવીને જઈ રહ્યો હતો.
- કાર રેલિંગની સાથે અથડાઈ અને પછી એમાં આગ લાગી.
- આગ એટલી પ્રચંડ હતી કે, ભારે પ્રયત્નો બાદ આગ પર નિયંત્રણ.
- કારે રેલિંગને તોડીને 200 મીટર જેટલી ફંગોળાઈને પલટી ખાધી.
પહેલાં એવી વાત બહાર આવી હતી કે, પંતને અચાનક ઝોકું આવી જવાથી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. ટકકર બાદ ગાડીમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ પંતને તાત્કાલિક રૂરકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ દેહરાદુનની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પંતે જાતે કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઈજાગ્રસ્ત હોવાને લીધે તે જાતે બહાર આવી શકયો નહોતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દાવો કર્યો હતો કે, રોડ પર ખાડો આવી જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. પંતને ઝોકું આવી જતાં કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની વાતને સરકારી અધિકારીઓએ પણ ખોટી ગણાવી હતી. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ કહ્યું કે, રસ્તા પર ખાડો આવી ગયો હતો અને એનાથી બચવાના પ્રયાસમાં રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રોડ પર ખાડાની વાત નકારી કાઢી હતી પણ રોડ ખરાબ હોવાનું સ્વીકાર્યું હતું. હવે, અમે વિદેશી કાર શા માટે ભારતમાં ન ચલાવવી જોઈએ એનાં કેટલાંક કારણો આપીશું.
પાર્કિંગની સમસ્યા
- ભારતમાં પાર્કિંગની જગ્યા મર્યાદિત.
- ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સમસ્યા.
- વિદેશી કારો સામાન્ય રીતે મોટી હોય.
- જેનાથી પાર્કિંગ કરવું મુશ્કેલ બની શકે.
પ્રાણીઓની સમસ્યા
- ભારતના રસ્તાઓ પર ઘણી વાર પ્રાણીઓ આવી જાય.
- દેશી કારોની સામાન્ય રીતે સ્પીડ ઓછી હોય.
- વિદેશી કારોની સ્પીડ વધારે હોય.
- પ્રાણીઓ વચ્ચે આવી જવાના કારણે વિદેશી કારોથી વધુ જાનહાનિ થાય.
આ પણ કારણો ધ્યાનમાં લો
- ભારતના રસ્તાઓ ઘણીવાર ધૂળ અને ગંદકીથી ઢંકાયેલા હોય.
- જેનાથી વિઝિબિલિટીને અસર થાય.
- કાર ખૂબ સ્પીડમાં આવતી હોય તો અકસ્માતની શક્યતા રહે.
- વિદેશી કારોના સ્પેર પાર્ટ્સ અને સર્વિસ ભારતમાં મેળવવા મુશ્કેલ.
- ભારતમાં ડ્રાઇવિંગ કલ્ચર વિદેશથી ખૂબ જ અલગ.
ભારત સરકાર હવે અકસ્માતોને રોકવા માટે કમિટેડ છે. જેના માટે ભારતની કારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાં ફોર્મ્યુલા 1 અને WRC જેવી આંતરરાષ્ટ્રીય મોટરસ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે, જે વિદેશી કારોની કામગીરીનું પ્રદર્શન કરે છે. બીજી તરફ ભારતમાં ઘણા ઉત્સાહીઓ દેશી કારને તેમની પસંદગી અનુસાર મોડિફાય કરાવે છે. વિદેશી કારો અનેક ભારતીય ફિલ્મો અને ટેલિવિઝન શોમાં દર્શાવવામાં આવે છે. જેનાથી એની લોકપ્રિયતા વધે છે. એક હકીકત એ પણ છે કે, વિદેશી કાર્સ તો આપણે ત્યાં આવી જાય છે. જોકે, એને ચલાવવા માટે ફોરેનના લોકો જેવી ડિસિપ્લિનનું પણ પાલન કરવું રહ્યું.