November 24, 2024

લોન્ચ પહેલા જ iPhone 16ની કિંમત થઈ ગઈ લીક

iPhone 16 Price leak: Appleના નવા iPhone 16 સિરીઝના ફોનની લોકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે Appleની નવી iPhone 16 સિરીઝના ફીચર્સ બાદ તેની કિંમત પણ લીક થઈ છે.

તમામ મોડલની કિંમત ઓનલાઈન લીક
iPhone 16 સિરીઝ આવતા મહિને 10 સપ્ટેમ્બરે લોન્ચ થવાની સંભાવનાઓ છે. Appleની આ સીરીઝના તમામ મોડલની કિંમત ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ પહેલા iPhone 16 અને iPhone 16 Proની ફોનની ડિઝાઈન સામે આવી હતી. Appleની આ નવી iPhone સિરીઝ AI ફીચરથી સજ્જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ આ સીરીઝના તમામ મોડલ ભારતમાં બન્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

iPhone 16 શ્રેણીની કિંમત
જો રિપોર્ટ્સનું માનીએ તો અમેરિકામાં iPhone 16ની શરૂઆતની કિંમત $799 હોઈ શકે છે. ભારતમાં 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. iPhone 16 Plusની વૈશ્વિક કિંમત $899 હશે અને ભારતમાં તેની કિંમત 89,900 રૂપિયા હશે. iPhone 16 Proની શરૂઆતની કિંમત $1,099 એટલે ભારતમાં 1,34,900 રૂપિયામાં લોન્ચ કરાશે. iPhone 16 Pro Maxની કિંમત $1,199 હશે. તે જ સમયે, ભારતમાં તે 1,59,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે આવી શકે છે.

આ પણ વાંચો: તહેવાર પર મોબાઇલ લેવાનો વિચાર હોય તો Oppoનો ફોન 15 હજારમાં જલસો કરાવી દેશે

નવી શ્રેણીમાં 4 મોડલ હશે
Apple iPhone 16 સીરીઝમાં 4 iPhone લોન્ચ કરી શકે છે. આમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max શામેલ હોઈ શકે છે. iPhone 16 અને iPhone 16 Plusમાં જૂના મોડલની જેમ જ ડિસ્પ્લે મળી શકે છે, પરંતુ આ વખતે ડિઝાઇનમાં મોટો ફેરફાર થશે. આ વખતે ગ્રાહકોને iPhone 16 સિરીઝમાં કેમેરા મોડ્યુલ ડિઝાઇનમાં સૌથી મોટો ફેરફાર જોવા મળશે. iPhone સીરીઝમાં ગ્રાહકો બ્લેક, બ્લુ, પિંક, ગ્રીન અને યલો કલર વેરિઅન્ટ મેળવી શકે છે. પ્રોસેસર વિશે વાત કરીએ તો, લીક્સ અનુસાર, કંપની આ વખતે A18 Bionic ચિપસેટ સાથે iPhone 16 રજૂ કરી શકે છે.