December 19, 2024

રાષ્ટ્રીય સન્માન આપવા બદલ PM મોદીએ નાઈજિરીયાને કહ્યું – થેન્ક્યૂ

Abuja: નાઈજિરીયાના રાષ્ટ્રપતિ અહેમદ ટીનુબુએ અબુજામાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને નાઈજિરીયાના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’ એનાયત કરવામાં આવ્યો હતો. જેના બદલ મોદીએ રાષ્ટ્રપતિ અહેમદ ટીનુબુનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ મેળવનાર બીજા વિદેશી મહાનુભાવ બન્યા છે.

બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ
પીએમ મોદીએ આ સમયે કહ્યું કે ભારત નાઈજિરીયા સાથે ખભે ખભા મિલાવીને આગળ કામ કરશે. આગળના સમયમાં બંને દેશોના સંબધો વધુ ગાઢ બનશે. 17 વર્ષમાં પહેલી વખત ભારતના વડાપ્રધાન નાઈજિરીયાની મુલાકાતે છે. મોદી નાઈજિરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર ત્યાં પહોંચ્યા છે. જ્યાં ષ્ટ્રીય પુરસ્કાર ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

બ્રિટનની રાણીને પણ આ સન્માન
બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથને પણ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મોદીને કોઈ પણ દેશ તરફથી મળેલો આ 17મો એવોર્ડ હશે. આ સમયે મોદીનું પ્રધાન નાયસોમ ઇઝેનવો વાઇકે તેમનું સ્વાગત કર્યું હતું.