December 19, 2024

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરૂદ્ધ હિંસા જોઈને પ્રીતિ ઝિંટા થઈ દુ:ખી, કહ્યું- હિંદુઓને બચાવે સરકાર

Bangladesh Violence: શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ છે, જેને લઈને સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે બોલિવૂડમાંથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી વસ્તી વિરુદ્ધ હિંસાના સમાચાર સાંભળીને તે દુ:ખી છે. ત્યાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. પરિવારો વિસ્થાપિત થઈ રહ્યા છે.

અભિનેત્રીએ આગળ લખ્યું કે મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ધર્મસ્થળોમાં તોડફોડ અને સળગાવી દેવામાં આવ્યા. આશા છે કે નવી સરકાર હિંસા રોકવાનો પ્રયાસ કરશે. સરકાર પોતાના લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેશે. મારા વિચારો અને પ્રાર્થનાઓ મુશ્કેલીનો સામનો કરી રહેલા તમામ લોકો માટે છે. આ પોસ્ટ સાથે તેણે #SaveBangladesiHindus ને ટેગ કર્યું છે.

45 જિલ્લામાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ફેલાઈ
હિંસાને કારણે મોટી સંખ્યામાં હિંદુઓ પોતાનો જીવ બચાવવા માટે બાંગ્લાદેશથી ભાગી જવાની ફરજ પડી છે. તેઓ ભારત આવવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશના 64માંથી 45 જિલ્લામાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ફેલાઈ છે. આ અઠવાડિયે અથડામણમાં એક શાળા શિક્ષકે જીવ ગુમાવ્યો હતો જ્યારે 45 અન્ય ઘાયલ થયા હતા. બાંગ્લાદેશના પંચગઢ, દિનાજપુર, બોગુરા, રંગપુર ઉપરાંત શેરપુર કિશોરગંજ, સિરાજગંજ, મુગરા, નરેલ, પશ્ચિમ જશોર, પટુઆખલી, દક્ષિણ-પશ્ચિમ ખુલના, મધ્ય નરસિંગડી, સતખીરા, ટાંગેલ, ફેની ચટગાંવ, ઉત્તર-પશ્ચિમ લખપુર જેવા સ્થળોએથી હિંસા થઈ હતી.

આ જિલ્લાઓમાં હિંદુઓ પર હુમલા જ નથી થઈ રહ્યા, પરંતુ તેમની સંપત્તિઓ પણ લૂંટાઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો હિંદુઓ પાસેથી પ્રોટેક્શન મનીની માંગ કરવામાં આવી રહી છે.