December 27, 2024

Prank Viral Video: જાડેજા-ધોનીનો 32 સેકન્ડનો વીડિયો જોઈને તમે પણ હસી પડશો

IPL 2024 CSK-KKR : IPL 2024ની 22મી મેચ CSK અને KKR વચ્ચે સોમવારે રાત્રે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા આવેલા દર્શકોમાં સૌથી વધુ ચાહકો એમએસ ધોનીના હતા. હંમેશની જેમ, બધા ચાહકો વિચારી રહ્યા હતા કે એમએસ ધોની ક્યારે બેટિંગ કરવા માટે આવશે. શિવમ દુબેના આઉટ થયા બાદ એવું લાગી રહ્યું હતું કે માત્ર ધોની જ બેટિંગ કરવા ઉતરશે. દરમિયાન, અચાનક જ રવીન્દ્ર જાડેજા ડ્રેસિંગ રૂમમાંથી આવ્યો ત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો, પરંતુ તે ધોનીના હજારો ફેન્સ સાથે તેની મજાક હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

CSK તેમની ઇનિંગની 17મી ઓવરમાં જીતની ખૂબ નજીક હતી. આ દરમિયાન શિવમ દુબે આઉટ થયો હતો. CSKને જીતવા માટે માત્ર ત્રણ રનની જરૂર હતી. આવી સ્થિતિમાં જો કોઈ બેટિંગ કરવા ઉતર્યું હોત તો CSKની જીત થઈ હોત, પરંતુ ચાહકો ધોની-ધોનીના નારા લગાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં, એમએસ ધોનીએ ચાહકોને નિરાશ ન કર્યા, પરંતુ તે પહેલા જાડેજાએ દર્શકો સાથે મજાક કરી લીધી.

જાડેજાએ આવી રીતે કર્યો પ્રેન્ક
એમએસ ધોની પહેલા રવીન્દ્ર જાડેજા ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવ્યો અને પ્રશંસકોને બતાવવાનો પ્રયાસ કર્યો કે તે ધોની નહીં પણ હું બેટિંગ કરવા જઈ રહ્યો છે. તેને જોઈને સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ. આ પછી જાડેજાએ ડગઆઉટ પાર કરતાની સાથે જ યુ-ટર્ન લીધો હતો. ત્યાર બાદ ત્યાં બેઠેલા લોકો જોર જોરથી હસવા લાગ્યા. આ પછી ધોની નીચે આવતાની સાથે જ આખું સ્ટેડિયમ ધોની-ધોનીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 34 રનની ઇનિંગ રમી હતી, જ્યારે CSK માટે રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી હતી. બીજી બાજુ CSKએ 17.4માં ત્રણ વિકેટના નુકસાન પર 141 રન બનાવીને શાનદાર જીત નોંધાવી હતી. CSK માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડે 67 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.