December 26, 2024

ગોલ્ડ જીતનાર ભારતીય ખેલાડી પર પ્રતિબંધ, મોટું કારણ આવ્યું સામે

Pramod Bhagat: ભારતીય પેરાબેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ ઉલ્લંઘનમાં દોષિત જાહેર થયા બાદ 18 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પ્રતિબંધના કારણે તે આગામી પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લઈ નહીં શકે. આ તેમના માટે આઘાત સમાન છે. કારણ કે તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રમોદ ભગત નિષ્ફળ રહ્યા હતા
BWF એ એક નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતના ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે પેરિસ પેરાલિમ્પિક્સમાં નહીં રમે. તેમાં કહેવામાં આવ્યું છે કે 1 માર્ચ, 2024 ના રોજ, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) ના ડોપિંગ વિરોધી વિભાગે ભગતને BWF એન્ટી-ડોપિંગ નિયમોના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા હતો.

આ પણ વાંચો: ઈશાન કિશનને મળી સુવર્ણ તક, અચાનક મળી કેપ્ટનશિપની મોટી જવાબદારી

અપીલ નકારી કાઢવામાં આવી
36 વર્ષીય ભારતીય ખેલાડી પ્રમોદ ભગતે આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સના અપીલ કરી હતી. જે ગયા મહિનામાં ફગાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 29 જુલાઈ 2024ના રોજ, CASના અપીલ વિભાગે ભગતની અપીલને ફગાવી દીધી હતી અને 1 માર્ચ, 2024ના CAS એન્ટિ-ડોપિંગ વિભાગના નિર્ણયની પુષ્ટિ કરી હતી. આ સસ્પેન્શન 1 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.

લિન ડેનની બરાબરી કરી
પ્રમોદ ભગત બિહારના છે. તેણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેનું પાંચમું વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ચીનના લિન ડેનની બરાબરી કરી લીધી હતી. ભારતીય પેરાબેડમિન્ટનના મુખ્ય કોચ ગૌરવ ખન્નાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. તે પેરાલિમ્પિક્સમાં મેડલની આશા રાખતો હતો પરંતુ તે એક યોદ્ધા છે અને મને ખાતરી છે કે તે મજબૂત રીતે વાપસી કરતો જોવો મળશે.