કચ્છમાં વરસાદની સ્થિતિ અને વહીવટીતંત્રની તૈયારીઓને લઈને યોજાઇ સમીક્ષા બેઠક
કચ્છ: છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તેમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદે ભયંકર તબાહી મચાવી છે. અનેક ગામો અને શહેરો જળમગ્ન થઈ ગયા છે. ત્યારે, કચ્છમાં વરસાદની સ્થિતિ અને વહીવટીતંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મળતી માહિતી મુજબ, પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં થયેલ વરસાદની સ્થિતિ અને વહીવટીતંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લામાં વરસાદી માહોલમાં રાહત બચાવની કામગીરી અંગે પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તો, સાથે સાથે પ્રફૂલ પાનશેરિયાએ પ્રાંત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.
વધુમાં, સમીક્ષા બેઠક દરમિયાન, પ્રાંત અધિકારીઓ સાથે સંવાદ કરતાં પ્રફૂલ પાનશેરિયાએ ફૂડ પેકેટ તૈયાર કરવા, પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા તેમજ આરોગ્ય સુવિધાઓ અંગે સૂચનાઓ પણ આપી હતી. તેમજ, વરસાદ બાદ યોગ્ય સાફ સફાઈ, જાહેર પરિવહન સેવા શરૂ કરવા સહિતની બાબતે પ્રભારી મંત્રીએ આપી સૂચના આપી હતી. વધુમાં, વરસાદની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને કોઈ જ મુશ્કેલી ના પડે એવું આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ અને રાહત બચાવની કામગીરી અંગે પ્રાંત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. ફૂડ પેકેટ તૈયાર કરવા, પાણી વિતરણ વ્યવસ્થા જાળવી, આરોગ્ય સુવિધાઓ અને વરસાદ બાદ યોગ્ય સાફ સફાઈ, જાહેર પરિવહન સેવા શરૂ કરવા, રોડ રસ્તાની કનેક્ટિવિટી અને વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વવત કરવા સહિતની પ્રભારીમંત્રી દ્વારા સૂચનાઓ અપાઈ હતી. બેઠકમાં કચ્છ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને તમામ ધારાસભ્યોઓએ બેઠકમાં હાજર રહીને વરસાદની પરિસ્થિતિ અંગેના વિવિધ પ્રશ્નોની પ્રભારીમંત્રીને રજૂઆત કરી હતી.