અમદાવાદમાં ટોરેન્ટની મેન્ટેનન્સની કામગીરીને કારણે 2-3મેના રોજ કેટલાક વિસ્તારમાં વીજપૂરવઠો બંધ રહેશે

અમદાવાદ: અમદાવદમાં ભર ઉનાળે ટેરેન્ટ પાવર દ્વારા મેઇન્ટેન્સ કામગીરી કરવાની હોવાથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં 2 મે અને 3 મેના રોજ લગભગ 3 કલાક સુધી પાવર કટ રહેશે. ટોરેન્ટ પાવર દ્વારા એક નોટીસ જાહેર કરીને શટડાઉનની માહિતી આપી છે. નોટીસમાં કહેવામાં આવ્યું કે, માત્ર એક ટ્રાન્સફોર્મર બંધ કરીશું અને સમગ્ર વિસ્તારમાં પાવર બંધ નહીં કરીએ. આનાથી તે વિસ્તારમાં તે ટ્રાન્સફોર્મર દ્વારા સંચાલિત થનારા થોડા લોકોને જ અસર થશે. અમે આ સેવાઓના ગ્રાહકોને નિયમનકારી જરૂરિયાત તરીકે SMS પર શટડાઉન સંદેશ પણ આપીએ છીએ.

આ ઉપરાંત, મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ આ ટ્રાન્સફોર્મરમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે જે સામાન્ય રીતે 3 કલાક જેટલો સમય લે છે. નિયમનકારી જરૂરિયાત મુજબ શટડાઉનના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં આવી શટડાઉન સૂચના પ્રકાશિત કરવી અમારા માટે ફરજિયાત છે. નિયમનકારી જરૂરિયાત મુજબ શટડાઉનના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં આવી શટડાઉન સૂચના પ્રકાશિત કરવી અમારા માટે ફરજિયાત છે.

આ વિસ્તારના ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે

તા.02/05/2025, શુક્રવાર

  • બીબી તળાવ વટવાઃ નવકાર એગ્રો પ્લાન્ટ-TR, હામજા નગર-TR, બુદ્ધાન પાર્ક-TR-૧, અમન પ્લાઝા-CSS
  • વિસતઃ રાઇચંદનગર-TR
  • મોટેરા: સુર્ય શ્રીજી-TR-1
  • ઓઢવ ટર્મિનસઃ મારૂતિ એસ્ટેટ-PMT
  • રાયપુર: ઝંકાર એપાર્ટ-TR, રાયપુર-TR-1
  • ઘાટલોડીયાઃ શાયોના પુષ્પ રેસીડેન્સી-SS
  • શિવરંજની: વિમા નગર-SS
  • રામદેવનગરઃ દ્વારકેશ થલતેજ-CSS
  • હાટકેશ્વર ડેપો: રામ રથ-SS
  • લાંભાઃ એનઆઈડીસી-S/S.

તા.03/05/2025, શનિવાર

  • ભૈરવનાથ થી મીરા સિનેમા રોડઃ દેવીશ્યામ કોમ્પલેક્ષ-TR, શ્રીજી ઈન્ફા-PMT, ઢોર બઝાર
  • વાડજ: કાવેરી એપાર્ટમેન્ટ-TR
  • રીલીફરોડ પત્થરકુવા: વિશાલ કોમ્પલેક્ષ (કોમ)-TR
  • સરદાર પટેલ સ્ટેડીયમ: CAT (સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ)-SS
  • જીવરાજ પાર્કઃ શૈવાલી ટ્વીન્સ (મોનાપાર્ક જીવરાજ પાર્ક)-SS.