January 16, 2025

સોશિયલ મીડિયા પર મમતા બેનર્જી વિરુદ્ધ પોસ્ટ કરવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

કોલકાતા: કોલકાતા પોલીસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ હિંસા ઉશ્કેરતી ભડકાઉ સોશિયલ મીડિયા પોસ્ટ માટે B.Com બીજા વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર હેન્ડલ “KirtiSocial” પર આરોપ છે કે તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી મમતાને મારવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનો આરોપ છે.

ઇન્સ્ટાગ્રામ આઇડી “કીર્તિસોશિયલ” ધરાવતા આરોપી વ્યક્તિએ તાજેતરમાં જ આર જી કરમાં બનેલી ઘટનાને લગતી ત્રણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અપલોડ કરી હતી. પીડિત મહિલાની તસવીર અને ઓળખ જાહેર કરવામાં આવી છે જે અત્યંત વાંધાજનક છે. તેમજ આરોપી વ્યક્તિએ સીએમ મમતા વિરુદ્ધ બે પોસ્ટ શેર કરી હતી. પશ્ચિમ બંગાળમાં વાંધાજનક ટિપ્પણીઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ કોઈપણ સમયે સામાજિક અશાંતિ પેદા કરી શકે છે અને સમુદાયમાં નફરતને પ્રોત્સાહન આપી શકે છે.

પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “ઇન્દિરા ગાંધીની જેમ મમતા બેનર્જીને ગોળી મારી દો. જો તમે તે નહીં કરી શકો તો હું તમને નિરાશ નહીં કરું.” તૃણમૂલ કોંગ્રેસના ઘણા સમર્થકોએ અધિકારીઓને જાણ કર્યા પછી તરત જ આની નોંધ લેવામાં આવી હતી. પોલીસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ 31 વર્ષીય અનુસ્નાતક તાલીમાર્થી ડૉક્ટરની ઓળખ અને ફોટોગ્રાફ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: બાંગ્લાદેશ હિંસામાં 44 પોલીસકર્મી માર્યા ગયા, પોલીસનો દાવો – 600થી વધારે નાગરિકોના મોત

કોલકાતા પોલીસે બળાત્કાર-હત્યાની ઘટના સાથે સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર કડક કાર્યવાહી કરી છે. તૃણમૂલ સાંસદ સુખેન્દુ શેખર રેએ જાહેરમાં CBI દ્વારા કોલકાતા પોલીસ કમિશનરની પૂછપરછ કરવાની માગણી કર્યા બાદ આ સમન્સ જારી કરવામાં આવ્યું હતું. પોલીસે ભાજપના ભૂતપૂર્વ સાંસદ લોકેટ ચેટર્જી અને બે અગ્રણી ડોક્ટરોને કથિત રીતે અફવાઓ ફેલાવવા અને પીડિતાની ઓળખ છતી કરવા બદલ સમન્સ જારી કર્યા હતા.