December 28, 2024

ભારતીય કોસ્ટ ગાર્ડે 9 ખલાસીઓને બચાવ્યાં, તમામને જેટી પર લાવ્યાં; તબિયત સ્થિર

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયામાંથી 9 ખલાસીઓને બચાવી લીધા છે. બચાવી લેવાયેલા તમામ ખલાસીઓને આજે સવારે 12:00 વાગે પોરબંદરની જેટી પર લાવવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 26 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધારે હરમના 09 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. સમુદ્રમાં ડૂબી ગયેલું આ યાંત્રિક સઢવાળું જહાજ MSV તાજ ધારે હરમ મુંદ્રાથી રવાના થયું હતું અને સોકોત્રા, યમન તરફ જતું હતું. આ દરમિયાન આ જહાજ ખરાબ સમુદ્રી વાતવરણ અને સમુદ્રમાં ઉઠેલી ભરતીને લીધે ડૂબી ગયું હતું.

આ ઘટના કોચગાર્ડના સર્વેલન્સ કરી રહેલા ડોનિયર એરક્રાફ્ટના ધ્યાને આવતા તેણે તુરંત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ અને પોસ્ટ ગાર્ડના પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ગાંધીનગરને ચેતવણી આપી હતી. કોસ્ટ ગાર્ડ દ્વારમા ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ કરી રહેલી કોચગાર્ડની શિપ શૂરને મદદ પૂરી પાડવા માટે રવાના કરવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે MRCC પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં કોસ્ટગાર્ડનું શૂર શિપ સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ડૂબી ગયેલા 9 ક્રૂ સભ્યોએ જહાજને છોડી દીધું હતું અને નાના લાઇફરાફ્ટમાં આશરો લીધો હતો. તે આજે બપોરે ચાર કલાકે પાકિસ્તાનની ટેરેટરીમાં પોરબંદરથી આશરે 311 કિમી પશ્ચિમમાં હતા. જેને કોસ્ટ ગાર્ડની શૂર શિપ પરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 9 ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. બચાવીને આજે પોરબંદર કોસ્ટગાર્ડ જેટ્ટી ખાતે લાવવામાં આવ્યા હતા.