June 26, 2024

પોરબંદરના દરિયાકિનારેથી ઝડપાયા નશીલા પદાર્થના પેકેટ્સ, SOGની કાર્યવાહી

પોરબંદરઃ ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સવારે જ કચ્છના દરિયાકિનારેથી ચરસના પેકેટ્સ મળ્યા હતા. તો એક જ દિવસમાં બીજીવાર પોરબંદરના દરિયાકિનારેથી નશીલા પદાર્થના પેકેટ્સ મળી આવ્યા છે.

પોરબંદરના નવી બંદરના દરિયાકિનારેથી 2 નશીલા પદાર્થના પેકેટ્સ મળી આવ્યા છે. માધુપુરથી આડોદર સુધી પોરબંદર એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પેકેટ્સ ક્યાંથી લાવ્યા અને કોણ લાવ્યું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોરબંદર ગ્રામ્ય પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતનો દરિયાકિનારો બન્યો ‘ડ્રગ્સમય’, ખીદરત ટાપુ પરથી 10 પેકેટ્સ ચરસ ઝડપાયું

કચ્છમાંથી સવારે ઝડપાયા હતા ચરસનાં પેકેટ્સ
ગુજરાતના દરિયાકિનારા ‘ડ્ર્ગ્સમય’ બન્યાં હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના દરિયાકિનારેથી વધુ એકવાર મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. BSFના સર્ચ ઓપરેશન દ્વારા દરિયાકિનારેથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. કચ્છના ખીદરત ટાપુ પરથી ચરસનાં 10 પેકેટ્સ મળી આવ્યાં છે. BSF, સ્ટેટ IB, જખૌ મરીન પોલીસના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. 2 દિવસમાં ચરસનાં 21 બિનવારસી પેકેટ્સ મળી આવ્યાં છે. હવે પોલીસ દરિયાકિનારે બાજ નજર નાંખી રહી છે. કારણ કે, અવારનવાર અલગ અલગ ટાપુ પરથી ડ્રગ્સ ઝડપાય છે.