સર્વાઇકલ કેન્સર નહીં પણ આ કારણે થયું પૂનમ પાંડેનું મોત!
પૂનમ પાંડે નિધન: બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં શુક્રવારની સવારે એક એવા સમાચાર સામે આવ્યા છે, જે બધાને ચોંકાવી દીધા હતા. પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જોવા મળી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે હવે આ દુનિયામાં નથી. તે પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું જણાવાયું હતું. જો કે હવે આ મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે.
ડ્રગના ઓવરડોઝને કારણે થયું નિધન
પૂનમ પાંડેની નજીકના એક સૂત્રએ કહ્યું છે કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે નહીં પરંતુ ડ્રગના ઓવરડોઝને કારણે થયું છે. જો કે તે કયા પ્રકારની દવાઓ લેતી હતી તેની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે તેમના મૃત્યુનું સાચું કારણ શું છે તે અંગે પરિવાર દ્વારા અથવા સત્તાવાર રીતે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી?
View this post on Instagram
પરિવારથી નથી થઇ રહ્યો સંપર્ક
અન્ય એક અહેવાલ મુજબ, પૂનમના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદથી તેના પરિવારજનો સંપર્કમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારને ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દરેકના ફોન સ્વીચ ઓફ છે. હવે આ મામલે વધુ માહિતી બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.
પૂનમ પાંડેની સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું હતું?
શુક્રવારે વહેલી સવારે પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ છે. તેમાં લખ્યું છે કે, “આજની સવાર આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ છે. એ કહેતા દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા વાયુવેગે વાયરલ થઇ ગઈ હતી. આટલું અચાનક કેવી રીતે બની શકે તે કોઈને વિશ્વાસ ન હતો. પૂનમ માત્ર 32 વર્ષની હતી.
ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડેની પીઆર ટીમ તરફથી નિવેદન બહાર આવ્યું હતું. અભિનેત્રીની પીઆર ટીમે કહ્યું હતું કે જ્યારે તેણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે પોતાના વતન કાનપુરમાં હતી. જોકે, પૂનમ પાંડેના અંતિમ સંસ્કારને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.