December 6, 2024

પૂનમ પાંડે કહેવાતી ‘કોન્ટ્રોવર્સી ક્વિન’, જાણો કેમ

Poonam Pandey Controversies: બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે સર્વાઈકલ કેન્સરના કારણે મોત થયું છે. એક્ટ્રેસી પીઆર ટીમે પૂનમના મોત અંગે પુષ્ટી કરી છે. અચાનક એક્ટ્રેસના મોતના કારણે બધા ફેન્સને જટકો લાગ્યો છે. આમ તો પૂનમ પાંડેની રીલ લાઈફ કરતા રીયલ લાઈફ વધારે ચર્ચામાં રહી છે.

ડેબ્યૂ ફિલ્મના પોસ્ટર પર હોબાળો
પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ ‘નશા’થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં પૂનમની સાથે વિશાલ ભોંસલે પણ હતો. એ ફિલ્મનમાં એક યુવતીની વાર્તા હતી. આ ફિલ્મનું પોસ્ટ પર ખુબ જ વિવાદમાં રહ્યું હતું.લોકોએ તેની સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો.

પૂનમ પાંડેનો બાથરૂમ વીડિયો
પૂનમ પાંડે પોતાની બોલ્ડનેશ અને ગ્લૈમરસ ફોટોઝના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હતી. એક વખત એક્ટ્રેસનો બાથરૂમ વીડિયો સોશ્યલ મીડિયા પર લીક થયો હતો. એ વાયરલ ક્લિપમાં પૂનમ નહાતા સમયે ડાંસ કરી રહી હતી, પરંતુ એ બાદ યૂટ્યૂબે તેને બ્લોક કરી નાખ્યો હતો.

પતિ પર લગાવ્યો હતો ઘરેલુ હિંસાનો આરોપ
પૂનમ પાંડેએ ડિસેમ્બર 2020ના સૈમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા,પરંતુ આ લગ્ન વધારે સમય સુધી ટકી શક્યા નહોતા. લગ્નના થોડા સમય બાદ જ પૂનમે પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. બંન્ને કપલ હનીમૂન માટે ગોવા ગયા હતા. એ સમયે પૂનમે સૈમ પર ગોવામાં એફઆઈઆર નોંધાવી હતી. જેમાં પૂનમે પતિ પર છેડતી, ધમકી અને મારામારીનો આરોપ લગાવ્યો હતો.

વર્લ્ડ કપ સમયે આપ્યુ હતું વિવાદીત નિવેદન
પૂનમ પાંડેએ 2011ના વર્લ્ડ કપ સમયે 18 વર્ષની હતી. એ સમયે પૂનમે કહ્યું કે, અગર ભારત વર્લ્ડ કર જીતી જશે તો તે પોતાના બધા કપડા ઉતારી દેશે. આ નિવેદન પર ઘણો હંગામો થયો હતો.આ ઉપરાંત એક્ટ્રેસના ઘરે પણ તેના નિવેદનના કારણે ઘણો હંગામો થયો હતો.

ગોવામાં પૂનમની ધરપકડ
અભિનેત્રી પૂનમ પાંડેની ગોવા પોલીસે અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ ધરપકડ કરી હતી. વાસ્તવમાં, ગોવા ફોરવર્ડ પાર્ટીએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. પૂનમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે સરકારી મિલકત પર અશ્લીલ વીડિયો શૂટ કર્યો હતો.

લોકડાઉનમાં ફરતા પકડાયા
કોરોના વાયરસના કારણે આખો દેશ ઘરમાં હતો. એ સમયે પણ પૂનમ પાંડે વિવાદોમાં ફસાઈ હતી. કોરોના સમયે ઘરની બહાર નિકળવાની કડક મનાઈ હતી. એ સમયે પૂનમ અને તેનો પતિ મુંબઈમાં રસ્તા પર ફરતા હતા. મુંબઈ પોલીસે નિયમોના ઉલ્લંઘનને લઈને બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

‘પાંડે એપ’ લોન્ચ કરીને પૂનમ ચર્ચામાં આવી
2017માં પૂનમ પાંડેએ પોતાની એપ્લિકેશન ‘પાંડે એપ’ લોન્ચ કરી હતી. મોડલ આ એપ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી હતી. જોકે, ગૂગલે આ એપને માત્ર એક કલાકમાં જ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતો.