January 24, 2025

પૂજા બની ખોટી રીતે IAS?

સરકારી નોકરી મેળવવા માટે વર્ષો સુધી યુવાનો મહેનત કરતા હોય છે. તેમને મહેનત કરતા જોઈને તેમના માતા-પિતાને પણ આશા જાગતી હોય છે. જોકે, સરકારી ભરતીની પરીક્ષાઓનું પેપર લીક થતાં જ આ આશા પર ભ્રષ્ટાચારનું બુલડોઝર ફરી વળે છે. આવા માહોલમાં એક IAS ઓફિસરના સિલેક્શને આખા દેશે સ્તબ્ધ કરી દીધો છે. આ સિલેક્શનને લઈને અનેક સવાલો જાગ્યા છે. અમે આ સિલેક્શન મામલે વિગતે વાત કરીશું. વાત IAS ઓફિસર પૂજા ખેડકરની છે.