December 26, 2024

દાડમની સાથે તેની છાલ પણ છે ફાયદાકારક, આ રીતે ચા બનાવીને કરો સેવન

Pomegranate Peels Tea Benefits: તમામ ફળ શરીર માટે ફાયદાકારક છે. પરંતુ તેમાંથી ઘણા ફળ એવા પણ છે કે તે ફળની સાથે તેની છાલ પણ ફાયદાકારક છે. આજે અમે તમને વાત કરવાના છીએ દાડમની છાલની. દાડમની સાથે તેની છાલ પણ ઘણી ફાયદાકારક છે. દાડમની છાલની ચા બનાવીને પી શકાય છે. આવો જાણીએ કે દાડમની છાલની ચા કેવી રીતે બનાવી શકાય અને તેના ફાયદાઓ શું છે.

કેવી રીતે બનાવશો દાડમની છાલ
ચા બનાવવા માટે દાડમની છાલ લેવાની રહેશે. આ પછી તેને પાણીથી ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી દો. આ પછી તેને તમારે તડકામાં સૂકવી દેવાની રહેશે. આ પછી જ્યારે છાલ સુકાઈ જાઈ પછી તમારે તેનો પાવડર બનાવી લેવાનો રહેશે. હવે તમેચા બનાવતી વખતે દાડમની છાલને પાણીમાં નાખીને ઉકાળી દો. તેમાં તમારે મધ અને લીંબુનો રસ ઉમેરવાનો રહેશે. હવે તમારે તેને ગાળીને પિવાની રહેશે ચાની જેમ.

દાડમની છાલના ફાયદા

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
દાડમની છાલમાં વિટામિન અને બીજા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તમે દાડમની છાલની ચા પીવાનું રાખશો તો તમે મોસમી રોગોથી બચી શકો છો.

વજન ઘટાડવું
દાડમની છાલની ચા તમને વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જે લોકોનો વજન વધારે હોય તે દિવસમાં એકવાર દાડમની છાલની ચા જરૂર પીવી જોઈએ. આ ચા પીવાથી શરીરમાં જમા વધારાની ચરબી ઓછી થાય છે.

આ પણ વાંચો: શા માટે તહેવારોમાં કરવામાં આવે છે રંગોળી? મુગ્ગુ એટલે ખબર છે?

હૃદયને સ્વસ્થ રાખે છે
આજના સમયમાં મોટા ભાગના લોકોને હૃદયને સંબંધિત સમસ્યા હોય છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે દાડમની છાલનો ઉપયોગ કરીને ચા પીવી જોઈએ. દાડમની છાલની ચા પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.

( કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)