January 22, 2025

બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા અપાઈ સૂચના

Police Exam: પોલીસ ભરતીની પરીક્ષાને લઈને મોટી માહિતી સામે આવી છે. બિન હથિયારી PSI અને લોક રક્ષક કેડર ભરતીની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. બરોડા શહેર, અમદાવાદ શહેર, રાજકોટ શહેર, જૂનાગઢ, ગાંધીનગરને આ વિશે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચેસમાં રિયાન બન્યો ગુજરાતનો ગુકેશ, આંધ્રપ્રદેશમાં રાજ્યનું કરશે પ્રતિનિધિત્વ

ભરતી બોર્ડના અધ્યક્ષે જાહેરાત કરી
ગોધરા, નડિયાદ, ગોંડલ, સુરત ખાતે પોલીસ કમિશનર સહિત પોલીસ ટ્રેનિગના આચાર્યોને પરીક્ષા માટે જાણ કરવામાં આવી છે. બિન હથિયાર PSI અને લોક રક્ષકની શારીરિક કસોટીની પરીક્ષા આગમી 8 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આગામી બે માસ સુધી પરીક્ષા ચાલે તેવી શકયતાઓ હાલ જોવા મળી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે જાહેરાત કરી છે.