છેડતીના મેસજ મળતા પોલીસ પહોંચી બોપલ… પણ મજૂરોએ પોલીસ પર જ કર્યો હુમલો

Ahmedabad: અમદાવાદના શેલા ઘુમા રોડ પર પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે સ્વર્ણિમ સન સાઇટ મજૂરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. છેડતની મેસજ મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર શેલા ઘુમાની એક સાઈટ પર આવેલી લેબર કોલોનીમાં છેડતીના મેસેજ મળતા પોલીસ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મજૂરોની મારામારી થઈ હતી. તે બાબતે તપાસમા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. જે અંગે ત્રણ ફરિયાદો નોંધાઈ છે. બોપલ પોલીસે ગુનો નોંધીને મજૂરોની અટકાય કરી છે. આ સિવાય આ ઘટનામાં 112 લોકોની બોપલ પોલીસે અટકાયત કરી છે. તેમજ 112 પૈકી 15ની ધરપકડ કરી છે અને અન્યની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ફલાવર શોમાં નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે AMCએ કરી લાલ આંખ