March 15, 2025

દેવભૂમિ દ્વારકામાં શ્રદ્ધાળુને પોલીસ બની મદદરૂપ, પરિવારથી વિખૂટા પડેલા 284 વૃદ્ધો સહિત બાળકોનું કરાવ્યું મિલન

Dwarka: દેવભૂમિ દ્વારકામાં હોળી – ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ વચ્ચે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પોલીસ મદદરૂપ બની છે. પરિવારથી વિખૂટા પડેલા 284 વૃદ્ધો, બાળકોનું મિલન કરાવ્યું છે. શ્રદ્ધાળુઓના ખોવાયેલા 73 જેટલા સામાનને શોધી પરત કર્યો છે. તો શારિરીક અશક્ત 2302 શ્રદ્ધાળુઓને પોલીસે દર્શન કરાવ્યા છે. આ સિવાય 15 જેટલા વિદેશી નાગરીકોને દર્શન કરાવવામાં પોલીસ મદદરૂપ બની છે.

દ્વારકા -બેટ દ્વારકા ખાતે ઉજવાતા ભવ્ય ફુલડોલ ઉત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા પરીસ્થિત જાળવવા તથા શાંતિમય રીતે ઉત્સવ ઉજવાય જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં આશરે 1400 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓનો સમાવેશ થાય છે. હોળી ધુળેટીના ફુલડોલ ઉત્સવમાં આશરે 6,93,400 જેટલા દર્શનાર્થીઓએ દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા તથા સલામતી વ્યવસ્થાપન આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં દ્વારકા ખાતે SHE-Team, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ પોઈન્ટ પરની પોલીસે શ્રદ્ધાળુઓેને મદદ કરી હતી. દ્વારકાધીશ મંદિર સુરક્ષાદ્વારા આશરે વિખૂટા પડેલ 284 જેટલા વયોવૃદ્ધ, બાળકો, પરિજનોના લોકોનું મિલન કરાવ્યું.તેમજ ગુમ થયેલ માલ સામાન પૈકી કુલ 73 જેટલા સામાન શોધી આપી સબંધિત માલિકને પરત સોપવામાં આવ્યા હતા. શારીરીક રીતે અશકત કુલ 2302 જેટલા યાત્રાળુઓને દર્શન કરાવ્યા હતા. 15 જેટલા વિદેશી દર્શનાર્થીઓને દર્શન કરાવવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: સુરતના સચિન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, ચપ્પુ વડે લોકો પર કર્યો હુમલો