ઉમેદવારો તૈયારીમાં લાગી જજો, પોલીસ વિભાગમાં થશે 14 હજારથી વધુ પદો પર ભરતી

ગાંધીનગર: ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝમાં 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે. પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. 25,660માંથી ખાલી રહેલ 14,283 પદ માટે બીજા ફેઝની ભરતીની જાહેરાત ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પડાશે.

પ્રથમ ફેઝની 11,000થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં ફિઝિકલ પરીક્ષા ચાલી રહી હોવાની જાણ કોર્ટને કરવામાં આવે છે. પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર 2 તબક્કામાં પોલીસ વિભાગમાં ખાલી 25,660 જેટલા ખાલી પદો પર સીધી ભરતી કરી રહી છે.