વડોદરા શહેરમાં તસ્કરો બન્યા બેફામ, પોલીસે 3 રીઢા આરોપીઓને ઝડપી 12 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત 

Vadodara: વડોદરા શહેરમાં તસ્કરોને કોઈનો ડર રહ્યો નથી. દુકાનો , મકાનો બાદ હવે ખુલ્લા રોડ પર ચોરી કરી પોલીસને પડકાર ફેંકતા હતા. જોકે, વડોદરા પોલીસે ત્રણ રીઢા આરોપીઓને ઝડપી 12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર આ ચોરોએ પાલિકાના LED ,ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીની 12 લાખની બેટરીઓની ચોરી કરી હતી. છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ ઝોનમાંથી 215 બેટરીઓ ચોરી કરી હતી. નોંધનીય છે કે, અકોટામાં સૌથી વધુ ચાર લાખની 80 બેટરીઓ ચોરાઈ હતી. ચકલી સર્કલ,રેસ કોર્સ સર્કલ,આંબેડકર સર્કલ સહિત અલગ અલગ વિસ્તારમાંથી ગુનેગારો ચોરી કરતા હતા. પાલિકાના કર્મચારીઓ દ્વારા 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસામાજિક તત્વના આતંક મુદ્દે ઈમરાન ઈમરાન ખેડાવાલાએ આપ્યું નિવેદન

આરોપીઓના નામ 

1.ઝહીર ઉર્ફે કાલિયા હુસેનભાઇ મલેક – અકોટા

2.યાસિન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઇ મલેક – તાંદલજા

3.પપ્પુભાઈ લાખાભાઇ દેવીપુજક – છાણી કેનાલ