November 26, 2024

‘PoK અમારું હતું, છે અને રહેશે’, રાજનાથ સિંહે ચીન અને પાક.ને આપી ચેતવણી

Rajnath Singh Statement: દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આવી સ્થિતિમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન વિશે કહ્યું કે ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. ચીનને કડક સંદેશ આપતા રક્ષા મંત્રીએ કહ્યું કે પીએમ મોદી જ્યારે સત્તામાં છે ત્યારે તે દેશની એક ઈંચ જમીન પર પણ કબજો કરી શકે તેમ નથી. સાથે જ પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાકિસ્તાનને આતંકવાદનો માર સહન કરવો પડશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો, રોહન ગુપ્તા BJPમાં જોડાયા

‘જો આપણે ચીનના કોઈ વિસ્તારનું નામ બદલીશું તો શું તે આપણું થઈ જશે’
અરુણાચલ પ્રદેશના નમસાઈ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે હું ચીનને પૂછવા માંગુ છું કે જો આપણે પાડોશી દેશના વિવિધ રાજ્યોના નામ બદલીશું તો શું તે આપણા પ્રદેશનો ભાગ બની જશે? આવી પ્રવૃત્તિઓને કારણે સંબંધો બગડી રહ્યા છે.

ભારત પાકિસ્તાનને મદદ કરવા તૈયાર છે: રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે જીવનમાં મિત્રો બદલાઈ શકે છે પરંતુ પડોશીઓ નહીં. પીઓકે આપણું હતું, છે અને રહેશે. જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ છે તો ભારત સહયોગ કરવા તૈયાર છે. પાકિસ્તાને આતંકવાદનો માર સહન કરવો પડશે.