વડોદરા સેવાસીની અંજના હોસ્પિટલમાં PMJAY યોજનાની ગેરરીતિનો મામલો, તંત્ર એક્શન મોડમાં
Vadodara: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. ત્યારે હવે વડોદરા સેવાસીની અંજના હોસ્પિટલમાં PMJAY યોજનાની ગેરરીતિનો મામલો લામે આવ્યો છે. મનપાના આરોગ્ય અધિકારીની તપાસ બાદ આજે અન્ય વિભાગ પણ તપાસ કરશે. હોસ્પિટલની ફાયર NOC માટે ફાયર વિભાગ તપાસ કરશે.
આ સિવાય હોસ્પિટલમાં કેન્ટિન ચાલે છે પણ ફ્રુડ સેફ્ટીનું લાયસન્સ લીધું નથી. જેને લઈને પણ આરોગ્ય વિભાગ તપાસ કરશે. વધુમાં ટેરેસ પર પતરાનો માળ ગેર કાયદેસર બાંધ્યો છે તેના માટે ટીડીઓ વિભાગની ટીમ તપાસ કરશે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલની તપાસ કરી છે. જોકે, આક્ષેપ કરનાર દર્દીની અને તેની સારવારની વિગતો મેળવી છે. આ સિવાય અન્ય કેટલા દર્દી સારવાર હેઠળ છે તેની પણ વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા PMJY યોજનામાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ બોલાવવામાં આવી છે. દર્દીના રિપોર્ટ સહિતના નાણાં લેનારી 4 હોસ્પિટલોથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. જેમા કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુઝ અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીને રૂપિયા પરત અપાવ્યા છે.
આ પણ વાંચો: મહેસાણા PMJAY યોજનામાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ