December 19, 2024

PM મોદી UAEના પ્રવાસે, ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં સંબોધન

pm narendra modi two days visit abu dhabi inaugrate baps temple ahlan modi

અહીં નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સંબોધ્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે અબુધાબીના પ્રવાસે જવાના છે. ત્યારે સવારે 11 વાગ્યા બાદ તેઓ દિલ્હીથી અબુ ધાબી જવા માટે રવાના થશે. ત્યારબાદ બપોરે 2.30 આસપાસ દ્વિપક્ષીય સંવાદ કરશે અને સાંજે ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં હાજરી આપશે.

અબુ ધાબીમાં આવેલા ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ‘અહાલન મોદી’ કાર્યક્રમની તૈયારી કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ ભારતીયો મોટી સંખ્યામાં વડાપ્રધાનને વધાવવા માટે ઉમટી પડશે. આ ઉપરાંત વડાપ્રધાન ભારતીયોને સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે, અબુ ધાબીમાં બનનારા સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે. ત્યારે તેઓ દોહરામાં દ્વિપક્ષીય સંવાદમાં ભાગ લેશે. મહત્વનું છે કે, ગઈકાલે કતારે 8 ભારતીય પૂર્વ નૌસેનાના અધિકારીઓને મુક્ત કર્યા છે. જેને લઈને ભારત સરકારે કતારના અમીર શેખનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, આવતીકાલે વડાપ્રધાન અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું PM મોદી કરશે ઉદ્ઘાટન કરશે. 13-14 ફેબ્રુઆરીએ UAEમાં અનેક બેઠકમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદરોના ક્ષેત્રોમાં બંને દેશ વચ્ચે ગાઢ સંબંધની અપેક્ષા છે.