December 22, 2024

PM મોદીને માથે વધુ બે યશકલગી, ગુયાના-બાર્બાડોસ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માથે વધુ બે યશકલગી ઉમેરાઈ છે. ગુયાના અને બાર્બાડોસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરશે. ઉલ્લેખનીય છે કે, ડોમિનિકાએ થોડા દિવસો પહેલા પીએમ મોદીને તેમના સર્વોચ્ચ એવોર્ડથી નવાઝ્યા હતા.

PM મોદીના આંતરરાષ્ટ્રીય સન્માનની સંખ્યા 19 થઈ ગઈ છે. ગુયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ’ એનાયત કરશે. બાર્બાડોસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ફ્રિડમ ઓફ બાર્બાડોસ’નો પ્રતિષ્ઠિત માનદ એવોર્ડ એનાયત કરશે. ડોમિનિકાએ પણ થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ આપ્યો હતો.