January 22, 2025

PM આજે સંસદની કેન્ટીનમાં સાથી સાંસદો સાથે જમ્યા

PM Modi In Parliament Canteen: પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે (9 ફેબ્રુઆરી) નવા સંસદ ભવનની કેન્ટીનમાં વિવિધ પક્ષોના સાંસદો સાથે લંચ લીધું હતું. લંચ પ્લાન પહેલા પીએમઓ તરફથી આ 8 સાંસદોને ફોન આવ્યો કે વડાપ્રધાન તેમને મળવા માંગે છે. પીએમઓ તરફથી ફોન આવ્યા બાદ તમામ આઠ સાંસદો વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા બીજી બાજુ પીએમ મોદીએ તેમને શા માટે બોલાવવામાં આવ્યા તેની કોઈને જાણ નહોતી. પીએમ મોદીએ આ સાંસદોને કહ્યું, “આજે હું તમને એક સજા આપું.” ત્યારબાદ વડા પ્રધાન બધાને પોતાની સાથે સંસદની કેન્ટીનમાં લઈ ગયા અને સાથે જમ્યા હતા.

પીએમ મોદી સાથે એલ મુરુગન, રિતેશ પાંડે, હીના ગાવિત, કોનિયાક, એન પ્રેમચંદ્રન, સમિત પાત્રા, રામ મોહન નાયડુ સહિત જામયાંગ સેરિંગ નામગ્યાલે સંસદની કેન્ટીનમાં સાથે લંચ લીધું હતું.

શું ચર્ચા થઈ?
સાંસદો લગભગ એક કલાક સુધી પીએમ મોદી સાથે કેન્ટીનમાં રહ્યા હતા. આ દરમિયાન જ્યારે સાંસદોએ વડાપ્રધાનને તેમના અનુભવો વિશે પૂછ્યું તો પીએમ મોદીએ પોતાના અંગત અનુભવો અને સૂચનો શેર કર્યા હતાં. માહિતી અનુસાર આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. પીએમ મોદીએ સાંસદો સાથે વાતચીત કરતાં કહ્યું કે હું એક સામાન્ય માણસ છું. હંમેશા વડાપ્રધાન તરીકે નથી રહેતો અને હું પણ લોકો સાથે વાત કરું છું. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે મને આજે મન થયું કે હું ચાલો હું આજે તમારી સાથે ચર્ચા કરી જમું. આ કારણોસર મેં તમને બધાને બોલાવ્યા છે.