December 26, 2024

PM મોદીએ સ્કૂબા ડાઇવિંગ કરી દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નિહાળી

pm narendra modi scooba diving old dwarka

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂબા ડાઇવિંગ કર્યું

દેવભૂમિ દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચકુઈ વિસ્તારમાં પહોંચ્યા છે. જ્યાં તેઓ સ્કૂબા ડાઇવિંગ કરી રહ્યા છે. આશરે 2 નોટિકલ માઇલ દૂર દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરવા માટે ગયા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કૂબા ડાઇવિંગ દ્વારા દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકાના અવશેષ નિહાળવા માટે જઈ રહ્યા છે. પ્રાચીન દ્વારકા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે આ દ્વારકા સોનાની હતી. તે સમયે દ્વારકા ભવ્યતા અને સમૃદ્ધિનું કેન્દ્ર હતું.

સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિપેડથી સીધા દ્વારકા મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત ત્યાંથી સુદર્શન સેતુનું લોકાર્પણ કરવા બેટ દ્વારકા પહોંચ્યા હતા. ત્યારબાદ બેટ દ્વારકા પહોંચી ત્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતનું લોકાર્પણ કર્યું

હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચી ગયા છે. જ્યાં તેમનું હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

આહીર સમાજની બહેનો સ્વાગત કરશે
PM નરેન્દ્ર મોદી થોડીવારમાં દ્વારકા પહોંચશે. ત્યાં ઠેર ઠેર નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયારી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઠેર ઠેર લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આહીર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેરવેશ સાથે સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા છે.