December 26, 2024

PM મોદીએ કર્યા વિનેશ ફોગાટના વખાણ, કહ્યું – તમે ઈતિહાસ રચ્યો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા ગયેલી 117 ભારતીય એથ્લેટ્સની ટીમ હવે દેશ પરત આવી ગઈ છે. આ વખતે ઓલિમ્પિકમાં એક મોટો વિવાદ જોવા મળ્યો હતો. જ્યારે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને તેના ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ સાથેની આ ઘટના બાદ તમામ ભારતીય ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. વિનેશે આ મામલે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અરજી પણ કરી હતી, જેના પર તેની અપીલ 14 ઓગસ્ટે ફગાવી દેવામાં આવી હતી. હવે PM નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલા તમામ એથ્લેટ્સ સાથેની મુલાકાત દરમિયાન વિનેશ ફોગાટના વખાણ કર્યા છે.

વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો
PM નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનાર ભારતીય એથ્લેટના દળને મળ્યા હતા અને તેમની સાથે તેમના અનુભવો વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિનેશ ફોગાટનો પણ ઉલ્લેખ કર્યો અને તેના વખાણ કર્યા અને કહ્યું કે વિનેશ કુસ્તીમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની છે, જે અમારા માટે ગર્વની વાત છે. અગાઉ જ્યારે વિનેશને ગોલ્ડ મેડલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી ત્યારે પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે વિનેશ, તું આખા દેશનું ગૌરવ અને દરેક માટે પ્રેરણા છે. તમારામાં આવા પડકારોને પાર કરવાની ક્ષમતા છે.

આ પણ વાંચો: Stree 2 એ પ્રથમ દિવસે જ તોડ્યો 5 ફિલ્મોનો ઘમંડ, બોક્સ ઓફિસ પર બનાવ્યો નવો રેકોર્ડ

વિનેશે ગોલ્ડ મેડલ મેચમાંથી બહાર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 50 કિગ્રા ફ્રી-સ્ટાઈલ કેટેગરીની ગોલ્ડ મેડલ મેચમાંથી બહાર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. વિનેશે તેની કારકિર્દી દરમિયાન એશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે કુસ્તીમાં ઘણા મેડલ જીત્યા છે.