PMની સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત, પૂછ્યું – સબસીડી મળી ગઈ ને?
ગાંધીનગરઃ PM મોદીએ તેમને પૂછ્યું હતું કે, ‘તમામને સબસીડી મળી ગઈ છે કે કેમ..?’ આ સાથે જ જણાવ્યું હતું કે, ‘આ યોજનાના લાભમાં પૈસાની બચત કરવી જોઈએ. જે બચતના પૈસા દીકરી નામે સેવિંગ કરી દેવા. 20 વર્ષ પછી દીકરીના અભ્યાસ અને લગ્નનો ખર્ચ નીકળી જશે.’
આ સાથે PMએ ખાસ લોકોમાં જાગૃતિ આવે માટે આ યોજના વિશે અન્યને કહેવા માટે પણ કહ્યું હતું. દેશમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જને લઈને ‘એક વૃક્ષ મા કે નામ’ વાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત લાભાર્થી મહિલાઓને શાકભાજી કે અન્ય ખરીદી કરવા જાય ત્યારે કાપડની થેલી જવા અપીલ કરી છે. વડાપ્રધાને ખાસ કહ્યું હતું કે, ‘આપણે ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવું જોઈએ’.
ઉલ્લેખનીય છે કે, લાભાર્થીઓને પહેલાં આશરે 4થી 5 હજાર રૂપિયા બિલ આવતું હતું. હવે તે બિલ શૂન્ય થઈને દર મહિને 1 હજાર રૂપિયા મળી રહ્યા છે. લાભાર્થીઓ 1.50 લાખમાં સોલર લગાવીને 78 હજારની સબસીડી એક મહિનામાં પરત મળી જાય છે.