December 17, 2024

PM મોદીએ દિલ્હી મેટ્રોના બે નવા કોરિડોરનો શિલાન્યાસ કર્યો

Delhi Metro New Corridor: પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં બે નવા મેટ્રો કોરિડોરનો શિલાન્યાસ કર્યો. દિલ્હીમાં બનાવવામાં આવનાર બે કોરિડોરમાંથી એક કોરિડોર લાજપત નગરથી સાકેત જી-બ્લોક સુધીનો અને બીજો ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ સુધીનો હશે. આ નવા મેટ્રો કોરિડોર પર 8400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

બુધવારે મેટ્રો કોરિડોરને મંજૂરી આપી દીધી હતી.
નોંધનીય છે કે (13 ફેબ્રુઆરી) બુધવારે કેન્દ્રીય કેબિનેટે દિલ્હીમાં બે નવા મેટ્રો કોરિડોરને મંજૂરી આપી દીધી હતી. કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક બાદ બુધવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પહેલો કોરિડોર લાજપત નગરથી સાકેત જી-બ્લોક વચ્ચે હશે, જેની લંબાઈ 8.4 કિલોમીટર હશે, જ્યારે, બીજો કોરિડોર ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ વચ્ચે હશે, જેની લંબાઈ 12.4 કિલોમીટર હશે. આ બંને કોરિડોરનું કામ માર્ચ 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે.