December 21, 2024

PM નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે

Modi In Varanasi: પીએમ નરેન્દ્ર મોદી આજે વારાણસી જઈ રહ્યા છે. વારાણસીમાં દરેક જગ્યાએ પોસ્ટરો લાગી રહ્યા છે. મોદી આજના દિવસે વારાણસીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ત્યાં હાજર રહેશે.

પીએમ મોદીના સ્વાગતની જોરદાર તૈયારીઓ
વડાપ્રધાનના સ્વાગત માટે કાર્યકરોએ તૈયારીઓ કરી દીધી છે. એરપોર્ટથી હરહુઆ ગાઝીપુર રિંગ રોડ પર સ્થિત શંકરા નેત્રાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી રોડ માર્ગે સિગ્રા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચવાના છે. આ પછી તેઓ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ સમયે યોગી આદિત્યનાથ અને આનંદીબેન પટેલ પણ ત્યાં હાજર રહેવાના છે. આ દરમિયાન પીએમ મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો: 6 દિવસમાં એરલાઈન્સને 70 બોમ્બની ધમકી, સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન
પીએમ મોદી આજના દિવસે આરજે શંકર આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ પછી વારાણસીમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેના વિસ્તરણ, 2870 કરોડ રૂપિયાના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ અને સંબંધિત કામોનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

મોદીના કામથી ખુશ થઈ ઓડિશાની મહિલા
ઓડિશાના સુંદરગઢમાં પીએમ મોદી માટે પ્રેમનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું, જેને જોઈને પીએમ પોતે ભાવુક થઈ ગયા અને ટ્વિટ કર્યું. ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાએ ટ્વિટ કર્યું અને જણાવ્યું કે કેવી રીતે ઓડિશાની એક આદિવાસી મહિલા પીએમ મોદીના કામથી એટલી ખુશ હતી કે તેણે 100 રૂપિયા ધન્યવાદ રૂપે આપવાનો આગ્રહ કર્યો.