September 19, 2024

PM 4થી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું કરશે ઉદ્ધાટન, 140 દેશ ભાગ લેશે

ગાંધીનગરઃ PM નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે છે. રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટની શરૂઆત કરાવશે. ગુજરાત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સ્પોને ખુલ્લો મુકાશે.

મહાત્મા મંદિરમાં 4થી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ઇવેન્ટ 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે.

આ ઇવેન્ટમાં 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન અને યુએઈના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજરી આપશે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે.

આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે. જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.

આ ઉપરાંત કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લાવશે.