September 19, 2024

આગામી પેઢીનું દબાણ હોવાથી સતત કામ કરી રહ્યો છુંઃ PM

ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં 4થી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય ઇવેન્ટ 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે.

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, ‘દુનિયાના અનેક દેશોમાંથી આવેલા તમામનું સ્વાગત છે. રિન્યુએબલનું આ 4થું એડિશન છે. આ ત્રણ દિવસ રિન્યુએબલ એનર્જી પર સિરિયસ ચર્ચા થશે. આ કોનફરન્સથી એકબીજા પાસેથી જે શીખીશું તે આખી દુનિયાને કામ આવશે. ભારતની પ્રજાએ 60 વર્ષ બાદ સતત કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે. અમારી સરકાર ત્રીજી ટર્મ પાછળ ભારતને વિશ્વાસ છે. 10 વર્ષમાં પ્રજાની આશા અને વિશ્વાસને જે પાંખો લાગી છે તે વધુ ઉંચાઈએ જશે. 140 કરોડ ભારતીય ભારતને તેજીથી ટોપ થ્રી ઇકોનોમીએ પહોંચાડવા કામ કરી રહ્યા છીએ.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘આજની ઇવેન્ટ મોટી સફળતાનો હિસ્સો બનશે. વર્ષ 2047 વિકસિત ભારતનો આ મહત્વનો પાર્ટ હશે. અમારી સરકાર 100 દિવસનાં કામમાં આ ઈવેન્ટ પ્રાયોરિટીમાં છે. 100 દિવસમાં મહત્વનાં નિર્ણય કર્યા છે. ભારતમાં 7 કરોડ ઘર બનાવી રહ્યા છે. પાછલા બે ટર્મમાં 4 કરોડ બનાવી દીધા છે. હવે નવી ટર્મમાં ત્રણ કરોડ ઘર બનાવવાનું કામ શરૂ કર્યું છે. 15થી વધુ મેઇડ ઇન્ડિયા ટ્રેન લોન્ચ કરી છે.’

તેઓ કહે છે કે, ‘ઇલેક્ટ્રીક મોબોલિટીને વધારવાનો નિર્ણય કર્યો છે. બાયો મેનિફેક્ચરિંગ પોલિસી બનાવી છે. પાછળ 100 દિવસમાં ગ્રીન એનર્જી માટે મહત્વના નિર્ણયો કર્યા છે. ઇન્ડિયન સોલ્યુશન એટલે ગ્લોબલ એપ્લિકેશન. ગુજરાત એવી ધરતી પર મિલ્ક કાંતિ, મધુ કાંતિ, સૂર્ય કાંતિનો ઉદય થયો છે. સમગ્ર દેઢમાં ગુજરાત એવું રાજ્ય છે, જેને પ્રથમ સોલાર પોલિસી બનાવી છે.’

તેઓ કહે છે કે, ‘આ સ્થળનું નામ મહાત્મા મંદિર છે. ક્લાયમેન્ટ ચેન્જનો વિષય આવ્યો ન હતો ત્યારે મહાત્મા ગાંધીએ લોકોને ચેતવ્યા હતા. ભારત આગમી 1 હજાર વર્ષનો બેઝ તૈયાર કરી રહ્યો છે. સોલર પાવર, વિન્ડ પાવર અને ન્યુક્લિયર પાવરથી પોતાના દમ પર ઉભું થઈ રહ્યું છે. 2030 સુધી 500 ગીગા વોટ એનર્જી હાંસલ કરવા માટે તમામ કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અમલ કરી છે. તેનો અભ્યાસ લોકોએ કરવો જોઇએ. 1 કરોડ 30 લાખથી વધુ ફેમિલીએ અરજી કરી છે. 1 લાખ યુવાનો સોલાર ટેક્નિકલ હશે. 3 લાખ યુવાનોને સોલાર ઇન્સ્ટ્રોલ માટે રોજગારી અપાશે. 21મી સદીઓનો ઇતિહાસ લખાશે તો ભારતે કરેલા કામ સુવર્ણ અક્ષરે લખાશે. ભારતનું પહેલું સોલાર ગામ મોઢેરા.’