December 26, 2024

25મીએ મોદીની દ્વારકા મુલાકાત, ગોમતી ઘાટે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન

pm narendra modi devbhumi dwarka visit 25 february

દ્વારકાને દુલ્હનની જેમ શણગારી

દેવભૂમિ દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે દ્વારકા નગરીને શણગારવામાં આવી છે. દ્વારકામાં ગોમતી ઘાટે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટે વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આ શો જોઈને પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અભિભૂત થયા હતા.

ગઈકાલે ગુજરાતમાં અનેક કાર્યક્રમ કર્યા
પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહ્યાં હતા.

અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ: પીએમ મોદી
અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ. વધુમાં પીએમએ કહ્યું કે અમૂલનો પાયો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે. GCMMF અને અમૂલે સાધેલા વિકાસ અંગે વધુમાં વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા નિર્ણયો કેવી રીતે આવનારી પેઢીનું ભાગ્ય બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે.