December 19, 2024

PM મોદીના પ્લેનમાં ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું

PM modi aircraft: PM નરેન્દ્ર મોદીના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ-બિહાર સરહદે જમુઈની મુલાકાતે હતા અને દેવઘર એરપોર્ટથી દિલ્હી પાછા ફરવાનું હતું. પરંતુ, છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.

આ પહેલા, પીએમ મોદીએ આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિના અવસર પર બિહારના જમુઈથી રૂ. 6,640 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પીએમ મોદીએ જમુઈ જિલ્લાના એક દૂરના ગામમાં “આદિવાસી ગૌરવ દિવસ” નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વર્ષ 2021 થી, બિરસા મુંડાની જન્મજયંતિ “આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. તેમણે મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું હતું.