September 21, 2024

PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન 30મી વખત રાખડી બાંધશે

Happy Raksha Bandhan 2024 Wishes: છેલ્લા બે દાયકાથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી પાકિસ્તાની મહિલા કમર શેખ આજે એટલે કે 19મી ઓગસ્ટે નવી દિલ્હીમાં રક્ષાબંધનના અવસર પર ફરી એકવાર વડાપ્રધાનને રાખડી બાંધશે. આ 30મી વખત હશે જ્યારે તે પીએમ મોદીને રાખડી બાંધશે. નોંધનીય છે કે, કમર શેખ દરેક રક્ષાબંધન પર પોતાના હાથથી રાખડી બનાવે છે અને મોદીના કાંડા પર બાંધે છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, તેણીએ કહ્યું, “દર વર્ષે રક્ષાબંધન પહેલા, હું મારા પોતાના હાથથી ઘણી રાખડીઓ બનાવું છું અને અંતે તેના કાંડા પર મને સૌથી વધુ ગમતી રાખડી બાંધું છું.”

આ વખતે મેં કંઈક ખાસ બનાવ્યું છે
કમર શેખ કહે છે કે તેના 30માં વર્ષ નિમિત્તે તેણે કંઈક ખાસ બનાવ્યું છે. તેણે કહ્યું, “મેં આ વર્ષે જે રાખડી બનાવી છે, તે મેં વેલ્વેટ પર બનાવી છે. મેં રાખડીમાં મોતી, મેટલ એમ્બ્રોઇડરી અને ટિક્કીનો ઉપયોગ કર્યો છે.” વધુમાં તેણીએ કહ્યું કે, કોવિડ -19 રોગચાળા દરમિયાન 2020, 2021 અને 2022 માં મુસાફરી કરી શકી ન હતી. ગયા વર્ષે તેણીએ ફરી દિલ્હીની મુલાકાત શરૂ કરી હતી અને આ વર્ષે પણ વડાપ્રધાનને રાખડી બાંધવાની આશા છે.

કોણ છે કમર શેખ?
કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેના લગ્ન મોશીન શેખ સાથે 1981માં થયા હતા. ત્યારથી, તે ભારતમાં સ્થાયી છે. શેખનો દાવો છે કે તેઓ 1990માં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ સ્વર્ગસ્થ ડૉ. સ્વરૂપ સિંહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ વખત મળ્યા હતા. તે ક્ષણને યાદ કરીને, તેમણે દાવો કર્યો કે તેઓ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જ્યાં સિંહે તેમનો વડાપ્રધાન સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સિંહે કહ્યું કે તે કમર શેખને પોતાની પુત્રી માને છે, જેના જવાબમાં મોદીએ કહ્યું કે તેઓ તેને પોતાની બહેન માને છે. શેઠ કહે છે કે ત્યારથી હું રક્ષાબંધનના તહેવાર પર તેને રાખડી બાંધું છું.