July 1, 2024

G-7: PM Modi તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસ પર Italy જવા રવાના

PM Modi Italy Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 કોન્ફરન્સમાં ભાગ લેવા ગુરુવારે ઈટાલી જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળની આ પ્રથમ વિદેશ યાત્રા છે. ઈટાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. મળતી માહિતી અનુસાર, PM મોદી G-7ની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી શકે છે. યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીમાં યોજાનારી G-7 સમિટમાં પ્રભુત્વ ધરાવે છે તેવી અપેક્ષા છે.

PMના ઈટાલી પ્રવાસના કાર્યક્રમમાં શું છે?
13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના પુગ્લિયામાં G-7 સમિટ યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઈટાલી ગયા છે. પીએમ મોદી 14 જૂને આઉટરીચ સેશનમાં ભાગ લેશે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નોંધનીય છે કે, 25 એપ્રિલે લિબરેશન ડેની 79મી વર્ષગાંઠના અવસરે વડાપ્રધાને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ વડાપ્રધાન મેલોનીને G-7 સમિટ આઉટરીચ સત્રમાં આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો.