PM Modiની સમર્થકોને અપીલ, કહ્યું- સોશિયલ મીડિયામાંથી ‘મોદીના પરિવાર’ને હટાવો
PM Modi Appeal: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ NDA હવે સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા પર છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ‘મોદી કા પરિવાર’ લખનારા સમર્થકોનો આભાર માન્યો છે અને તેને હવે હટાવવાની પણ વિનંતી કરી છે.
Through the election campaign, people across India added 'Modi Ka Parivar' to their social media as a mark of affection towards me. I derived a lot of strength from it. The people of India have given the NDA a majority for the third consecutive time, a record of sorts, and have…
— Narendra Modi (@narendramodi) June 11, 2024
તેમણે કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન દેશભરના લોકોએ મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ‘મોદી કા પરિવાર’ ઉમેર્યું. જેના કારણે મને ઘણી શક્તિ મળી. ભારતની જનતાએ સતત ત્રીજી વખત એનડીએને બહુમતી આપી છે, જે એક પ્રકારનો રેકોર્ડ છે અને અમને દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે, અમે બધા એક પરિવાર છીએ તેવો સંદેશ આપ્યા પછી, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને તમને વિનંતી કરું છું કે હવે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ‘મોદીનો પરિવાર’ દૂર કરો. ડિસ્પ્લેનું નામ બદલી શકાય છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે અમારું બંધન મજબૂત અને અતૂટ રહે છે.