December 22, 2024

પીએમ મોદીએ આર અશ્વિનની નિવૃત્તિ પર લખ્યો ભાવનાત્મક પત્ર

R Ashwin: આર અશ્વિનની નિવૃત્તિની જાહેરાતે તમામને ચોંકાવી દીધા હતા. અશ્વિને નિવૃત્તિ લેવાનો નિર્ણય લેતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. અશ્વિનની નિવૃત્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ભાવુક પત્ર લખ્યો છે.

આ પણ વાંચો: બિહારના કરોડો મોબાઈલ યુઝર્સને BSNLએ આપી આ મોટી ભેટ

પીએમ મોદીએ લખ્યો પત્ર
પીએમ મોદીએ રાહુલને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતથી ભારત અને દુનિયાભરના ચાહકોને આંચકો લાગ્યો છે. દરેક વ્યક્તિ સમજે છે કે આ તમારા માટે પણ મુશ્કેલ નિર્ણય રહ્યો હશે. 99 નંબરની જર્સી ખૂબ જ યાદ આવશે. તમામ ફોર્મેટમાં લીધેલી 765 આંતરરાષ્ટ્રીય વિકેટોમાંથી તમામ ખાસ છે. ટેસ્ટ મેચોમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ દર્શાવે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ટેસ્ટમાં ટીમની સફળતા પર તમારો કેટલો પ્રભાવ પડ્યો છે. મોદીએ વધુમાં કહ્યું કે તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાં તમે ટીમમાં યોગદાન આપવા માટે કેવી રીતે ટીમમાં પરત ફર્યા હશો તે અમે સમજી શકીએ છીએ