December 24, 2024

પીએમ મોદીએ પીઆર શ્રીજેશને લખ્યો ખાસ પત્ર

PR Sreejesh: હોકીને અલવિદા કહી ચુકેલા મહાન ગોલકીપર પીઆર શ્રીજેશે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલો પત્ર શેર કર્યો છે. જે લેટરમાં મોદીએ તેમના યોગદાનના વખાણ કરી રહ્યા હતા. શ્રીજશે ટોક્યો ઓલિમ્પિક બાદ પેરિસમાં બ્રોન્ઝ જીત્યા પછી હોકીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.

PM મોદીના પત્ર પર શ્રીજેશે શું કહ્યું?
વડાપ્રધાન મોદીનો પત્ર શેર કરતી વખતે શ્રીજેશે X પર લખ્યું, ‘મારી નિવૃત્તિ પર નરેન્દ્ર મોદી સરનો પત્ર મને મળ્યો છે. હોકી મારું જીવન છે અને હું રમતની સેવા કરતો રહીશ. હું ભારતને હોકીની મહાસત્તા બનાવવા માટે પ્રયત્નો ચાલું રાખીશ. જેની શરૂઆત થઈ ગઈ છે. મારા પર ભરોસો અને વિશ્વાસ વ્યક્ત કરવા બદલ વડાપ્રધાન સાહેબનો આભાર. શ્રીજેશની કારકિર્દી વિશે વાત કરતાં મોદીએ 2014 એશિયન ગેમ્સમાં તેના પ્રદર્શનને યાદ કર્યું હતું.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!

વડાપ્રધાન મોદીએ લેટરમાં કહી હતી આ વાત
વડાપ્રધાન મોદીએ લેટરમાં લખ્યું હતું કે આપણી પાસે આવી અગણિત યાદો છે અને તેના માટે એક પત્ર પૂરતો નથી. તમને મેડલ અને પુરસ્કારો મળ્યા છે તે દર્શાવે છે કે તમે કઈ ઊંચાઈઓને સ્પર્શી છે. પરંતુ આ હોવા છતાં, તમારી નમ્રતા અને ગૌરવ, મેદાનમાં અને બહાર, પ્રશંસનીય છે. મોદીએ લખ્યું કે મને વિશ્વાસ છે કે તમારો જુસ્સો, પ્રતિબદ્ધતા અને સમર્પણ વિશ્વ વિજેતાઓની આગામી પેઢીનું નિર્માણ કરશે. ભારતને ગૌરવ અપાવવા માટે હું તમારો આભાર માનું છું અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.