September 20, 2024

PM મોદી આવતીકાલે વાયનાડની મુલાકાત લેશે, કરશે હવાઈ સર્વેક્ષણ

PM Modi visit Wayanad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના વાયનાડ જિલ્લાની મુલાકાત લેશે. PM મોદી આવતીકાલે સવારે 11 વાગે કન્નુર પહોંચશે. ત્યાંથી, તે વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. નોંધનીય છે કે, અહીં ભૂસ્ખલનની દુ:ખદ ઘટનામાં લગભગ 417 લોકોના મોત થયા છે.

PM મોદી બપોરે 12:15 ની આસપાસ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે જ્યાં તેમને બચાવ દળો દ્વારા સ્થળાંતરના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવશે. પીએમ મોદી ત્યાં ચાલી રહેલા પુનર્વસન કાર્યની દેખરેખ રાખશે.

વાયનાડની મુલાકાત દરમિયાન પીએમ મોદી રાહત શિબિર અને હોસ્પિટલની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ભૂસ્ખલનના પીડિતો અને બચી ગયેલા લોકો સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે. ત્યારબાદ પીએમ એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.