January 27, 2025

PM મોદી આજે ગુજરાતના આંગણે, ભવ્ય રોડ શો યોજાશે…!

પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે (ફાઇલ ફોટો)

અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. પીએમ 8થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાણ કરશે. બીજી બાજુ વાયબ્રન્ટ ગુજરાત સમિટને કારણે વહીવટી તંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે અને છેલ્લા તબ્બકાનું કામ સમાપ્ત કરી રહ્યાં છે. નોંધનીય છે કે વડાપ્રધાન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીનાં સંગર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપનાં અન્ય નેતાઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. નોંધનીય છે કે ત્રણ પૂર્વ મંત્રી- આઠ નેતાઓનો જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે.  પીએમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વૈશ્વિક નેતાઓ અને ટોચની વૈશ્વિક કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી આજે એક રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 (VGGS)નું પણ ઉદ્ઘાટન કરશે.