December 17, 2024

PM મોદી આજે વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું ઉદ્ઘાટન કરશે

World Heritage Committee New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે. યુનેસ્કોના ડાયરેક્ટર-જનરલ ઓડ્રે અઝોલે ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે. 21 થી 31 જુલાઈ સુધી ચાલનારા સત્રમાં 150 થી વધુ દેશોના 2000થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ આ કમિટી બેઠકમાં ભાગ લેશે. વર્લ્ડ હેરિટેજ કમિટી વર્ષમાં એકવાર મળે છે. ભારત પ્રથમ વખત વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરી રહ્યું છે.

ભારત પ્રથમ વખત મેજબાની કરી રહ્યું છે
વર્લ્ડ હેરિટેજને લગતી તમામ બાબતોના સંચાલનને લગતી ચર્ચા થશે અને યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગેના નિર્ણયો લેવામાં આવશે. તેમાં 150 થી વધુ દેશોના 2000 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે ભારત મંડપમમાં વિવિધ પ્રદર્શનો પણ યોજવામાં આવશે. રિટર્ન ઓફ ટ્રેઝર્સ પ્રદર્શનમાં દેશમાં પરત લાવવામાં આવેલી કેટલીક કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 350 થી વધુ કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે.

આ પણ વાંચો: બજેટ 2024 પહેલાં ટામેટાએ બગાડ્યું મધ્યમ વર્ગના લોકોનું ‘બજેટ’, કિંમત 100ને પાર

આ ઉપરાંત, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વર્ષો જૂની સંસ્કૃતિ, ભૌગોલિક વિવિધતા, પ્રવાસન સ્થળો અને માહિતી ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં આધુનિક વિકાસને ઉજાગર કરવા માટે ‘અતુલ્ય ભારત’ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.