May 19, 2024

પીએમ નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને આડેહાથ લીધા

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આડેહાથ લીધા હતા. PMએ કહ્યું કે, હું જે કહું છું. એજ કરૂ છું. મારી વાતોમાં વિરોધાભાષ ઓછો છે. તેમણે કોઈનું નામ નહોતુ લીધું તેમ છતાં ઈશારો કરતા કહ્યું કે, આજકાલ એક નેતાજીનો વીડિયો ફરી રહ્યો છે. તેને જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે, તેમને કેવી રીતે પાગલ બનાવવામાં આવ્યું. કંઈક કહેવામાં આવ્યું અને કંઈક બીજુ જ કરવામાં આવ્યું. મહત્વનું છેકે, હાલમાં સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલના વીડિયો ફરી રહ્યા છે. જેમાં કેજરીવાલ કહી રહ્યા છે કે જો કોઈ નેતા પર આરોપ લાગે છે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ પરથી એવુ લાગી રહ્યું છે કે વડાપ્રધાન આવા જ કોઈ વીડિયોની વાત કરી રહ્યા છે.

રાહુલ ગાંધી પર પણ કટાક્ષ
આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, એક નેતા કહે છે કે તે એક જ ઝટકામાં ગરીબી હટાવી દેશે. આ કેવા પ્રકારની વાત છે? તેઓ દાયકાઓથી સત્તામાં રહ્યા છે એ સમયે તેઓ શું કરી રહ્યા હતા? આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણને રાજનીતિ સાથે જોડવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે વિરોધ પક્ષો માટે આ એક રાજકીય મુદ્દો છે. હવે જ્યારે મંદિરનું નિર્માણ થઈ ગયું છે, તો તેમના માટે પણ મુદ્દો સમાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું કે, જ્યારે રામ લલ્લાનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે મારા માટે કોઈ ઘટના નથી, પરંતુ ભાવનાત્મક ક્ષણ હતી. આ સમય દરમિયાન મારા મગજમાં 500 વર્ષનો સંઘર્ષ અને સેંકડો લોકોનું બલિદાન ચાલી રહ્યું હતું.

આ પણ વાંચો: એલન મસ્કની મોટી ડીલ, ટેસ્લાની કારમાં લાગશે આ ભારતીય કંપનીની ચિપ

વડાપ્રધાન મોદીએ દેશભરના તેમના પ્રવાસો પર અને અલગ-અલગ પારંપરિક વસ્ત્રો પહેરીને સવાલો ઉઠાવનારાઓને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક લોકો એટલી બધી નફરતથી ભરેલા છે કે તેઓ દરેક બાબત પર સવાલ ઉઠાવે છે. જ્યારે હું ઉત્તર-પૂર્વમાં મણિપુર જાઉં છું, ત્યારે લોકો પરંપરાગત પોશાક પહેરે છે અને હું તેને સન્માન સાથે પહેરું છું. જ્યારે હું બીજા રાજ્યમાં ગયો ત્યારે ત્યાં પણ આવું થયું. તેના પર પણ કેટલાક લોકો સવાલ ઉઠાવે છે. આખરે, આ કેવી નફરત છે?

પીએમ મોદીએ સનાતન ધર્મ પર સવાલ ઉઠાવવા બદલ તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આ મુદ્દે કોંગ્રેસને સવાલ પૂછ્યો કે, તેમની સાથે રહેવાની તમારી શું મજબૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ડીએમકેનો જન્મ નફરતના વાતાવરણમાં થયો છે, પરંતુ કોંગ્રેસ મહાત્મા ગાંધીની પરંપરાની પાર્ટી રહી છે.